google-site-verification: googlec8654436f05b508b.html

પોલીસ પણ ચોંકી ઉઠી, દારૂની મહેફીલ માણી રહેલા 8 ઉદ્યોગપતિઓ ઝડપાયા

પોલીસ પણ ચોંકી ઉઠી, દારૂની મહેફીલ માણી રહેલા 8 ઉદ્યોગપતિઓ ઝડપાયા

શહેર ની બહાર આવેલા ફાર્મહાઉસમાં 8 વ્યક્તિ દારૂ પાર્ટી કરી રહ્યા હતા. શહેર ની લોકલ ક્રાઇમબ્રાંચ અને ગોરવા પોલીસ દ્વારા ફાર્મહાઉસમાં પાર રેડ પડી અને 8 આરોપી ની ધડપકડ થઇ. આ ઉપરાંત મુદ્દામાલ તરીકે BMW સહિતની મોંઘી મોંઘી ગાડીઓ અને મોંઘી દારૂની બોટલ પણ મળી આવી હતી. વડોદરા શહેર લોકલ ક્રાઇમબ્રાંચને માહિતી મળી હતી કે, ગોરવામાં દાજીના કુવા તરીકે ઓળખાતા ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફીલ માણી રહ્યા છે.

શહેરના એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી એક દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકતી હતી. વડોદરા શહેર લોકલ ક્રાઇમબ્રાંચ અને ગોરવા પોલીસ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને દારૂની મીજબાની માણી રહેલા 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુદ્દામાલ તરીકે BMW સહિતની મોંઘી મોંઘી ગાડીઓ અને મોંઘી દારૂની બોટલ પણ મળી આવી હતી. વડોદરા શહેર લોકલ ક્રાઇમબ્રાંચને માહિતી મળી હતી કે, ગોરવામાં દાજીના કુવા તરીકે ઓળખાતા ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફીલ માણી રહ્યા છે.

જેથી પોલીસે દરોડો પાડતા 8 શખ્સો દારૂની પાર્ટી કરતા ઝડપાયા હતા. જેની પાસેથી 30 નંગ બિયર, દારૂની બે બોટલ અને ખાલી 2 બોટલ અને ચાર ફોર વ્હીલર અને એક 2 વ્હીલર જપ્ત કરાયું છે. પ્રાથમિક તપાસમાં પોલીસને મળેલી માહિતી અનુસાર વરસાદી માહોલ હોવાથી આ વ્યક્તિઓએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. જો કે પોલીસને બાતમી મળી જતા આ લોકો પાર્ટીનો રંગ જામે તે પહેલા જ પોલીસે ભંગ પાડ્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓ…
અંકીત સુરેશભાઇ પટેલ (રહે. દ્વારકેશ બંગલો, ગોરવા, વડોદરા)
ભૌમિક ધીરૂભાઇ પટેલ (રહે. સેન્ડવુડ રેસિડેન્સી, અકોટા, વડોદરા)
પાર્થ ચેતનભાઇ પુરોહિત (રહે. અર્પિતા પાર્ક, ગોત્રી, વડોદરા)
જય કિરિટીભાઇ પટેલ (રહે. મંગલદર્શન સોસાયટી, ભરૂચ)
હેમાંગ દેવાંગકુમાર જાની (રહે. શાંતિપાર્ક સોસાયટી, વાસણા રોડ, વડોદરા)
ધ્રુવકુમાર રમણભાઇ પટેલ (રહે. સેવાશ્રમ સોસાયટી, વાસણા ભાયલી રોડ, વડોદરા)
યશીશ ચંદુભાઇ રાઠવા (રહે. સુભદ્રા પાર્ક, દિવાળીપુરા ગોત્રી, વડોદરા)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *