નદીમાંથી મળી આવ્યું 30 કિલો ચાંદીનું શિવલિંગ, ગૂંજી ઉઠ્યા હર હર મહાદેવના નારા
ઉત્તર પ્રદેશ માં આવેલી સરયૂ નદીમાંથી ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. સ્થાનિકોએ શિવલિંગ બહાર કાઢીને ગામના મંદિરમાં મૂક્યું. ગામલોકો તેને ચમત્કાર માનીને પૂજા કરવા લાગ્યા. નદીમાં ચાંદીનું શિવલિંગ મળી આવ્યું હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે શિવલિંગનો ઉપરનું પડ ચાંદીનો છે અને તે લાખથી ભરેલું છે. તેનું કુલ વજન 21 કિલો છે.
ગત શ્રાવણ માસમાં મળેલા આ શિવલિંગને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આચાર્ય શ્યામ પાંડેએ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ પહોંચી અને સ્થાનિક લોકોને ખાતરી આપી કે તેમને ચોક્કસપણે શિવલિંગના દર્શન કરવા દેવામાં આવશે. ત્યારબાદ શિવલિંગને પોલીસ સ્ટેશન પરિસરમાં લઈ જવામાં આવ્યું હતું.
હવે પોલીસ શિવલિંગની સત્યતા અને ધાતુ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ચાંદીનું શિવલિંગ મળવા પર પોલીસ અધિક્ષક અવિનાશ પાંડેએ કહ્યું કે શિવલિંગને પોલીસ સ્ટેશનમાં આદરપૂર્વક લાવવામાં આવ્યું છે અને તેની વિધિવત પૂજા કરવામાં આવી છે, ત્યારબાદ તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે.
નિષ્ણાત એજન્સીઓ દ્વારા તપાસ કર્યા બાદ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ શિવલિંગ કયા પ્રદેશનું છે અને તેની પાછળ શું મામલો છે? સંપૂર્ણ તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો તપાસમાં બીજું કંઈ સામે નહીં આવે તો જ્યાંથી આ શિવલિંગ મળી આવ્યું છે તે પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને સોંપવામાં આવશે, પરંતુ પહેલા તમામ એજન્સીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવશે.
સરયુ નદીની રેતીમાંથી મળી આવેલા ચાંદીના શિવલિંગથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છવાયો છે. નગર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજારો લોકો એકઠા થયા અને શિવલિંગની પૂજા કરી. ચાંદીનું શિવલિંગ હોવાથી તેને મેઘા રામ બાબા મંદિરની બાજુમાં આવેલા શિવ મંદિરમાં રાખવામાં આવ્યું હતું.