મુકેશ અંબાણીના બંગલાને પણ ટક્કર આપે એવો બંગલો સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા નો બંગલો છે, બંગલામાં તમામ સુખ સુવિધાઓ છે,જુઓ તસ્વીરો…
જીવનની અંદર આપણે આધાર પરિશ્રમ અને ખૂબ જ મહેનત કરીને આપણે કંઈ પણ વસ્તુ મેળવી શકીએ છીએ આ વાત તો તદ્દન સાચી છે. આજના સમયમાં કોઈ પણ લોકોને માત્ર એક નાનકડું ઘર લેવું હોય તો પણ ખૂબ જ વિચારવું પડે છે. તમે બધા સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા એવા સવજીભાઈ ધોળકિયા ને તો જરૂર જાણતા હશો. આજના સમયમાં કોઈ વ્યક્તિને નાનું એવું ઘર લેવું હોય તો પણ ઘણું વિચારવું પડે છે.
મેટ્રોસિટી એટલે કે મુંબઈની અંદર એક રૂમ રસોડાવાળો ફ્લેટ લેવો હોય તો સામાન્ય લોકોએ હજારો વખત વિચારવો પડે છે. ખેડૂત ના દીકરાએ મુંબઈમાં ફ્લેટ જ નહીં પરંતુ આખે આખો બંગલો કરી દીધો છે. જી હા, આજે અમે તમને જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે, અમરેલી જિલ્લાની અંદર આવેલા દુધાળા ગામના વતની અને સુરતના ખૂબ જ જાણીતા એવા હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા સવજીભાઈ ધોળકિયા છે અને તેના નાના ભાઈ ઘનશ્યામભાઈએ ધમાકો મચાવ્યો છે.
ખાસ વાત તો એ છે કે ધોળકિયા પરિવાર એ મુંબઈની અંદર આવેલા વરલી સીમા ની અંદર 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. અંગ્રેજી અખબાર એવા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના અહેવાલ પ્રમાણે સવજીભાઈ ધોળકિયા ની શ્રી હરેકૃષ્ણ એક્સપોર્ટ રે છ માળનું આખે આખું બિલ્ડીંગ બંગલા ટાઈપનું બિલ્ડીંગ કરી દીધું છે. ખાસ વાત તો એ છે કે આ એસઆર ગ્રુપની માલિકીનું હતું. 20000 સ્ક્વેર ફૂટની અંદર આ રેસીડેન્ટ પ્રોપર્ટી સવજીભાઈ નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયા ના નામે રજીસ્ટર કરવામાં આવી છે
સવજીભાઈ ધોળકિયા ખરીદેલા આ બંગલા ની અંદર અંદાજે 15 જેટલા એપારમેન્ટ છે. મુંબઈની અંદર આવેલા વરલીસી ફેસ ખાતે 120 હજાર સ્ક્વેર ફૂટની અંદર બનેલા આ લક્ઝરીયસ પણહાર બંગલાની અંદર ગાર્ડન સહિતની તમામ સુખ સુવિધા ઉપલબ્ધ છે અને બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત સાત જેટલા બીજા માળ છે. આ બિલ્ડિંગમાંથી મુંબઈની દરિયા કિનારો પણ ખૂબ જ ચોખ્ખો દેખાય છે.
ખાસ વાત તો એ છે કે સવજીભાઈ ધોળકિયાના નાનાભાઈ ઘનશ્યામભાઈ ના નામે આ પ્રકારનો બંગલો ખરીદવામાં આવ્યો છે. ખાસ વાતચીત દરમિયાન ઘનશ્યામભાઈ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલા હું મુંબઈ રહેવા માટે આવ્યો હતો અને આઠ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યો હતો તેમજ 194 ની સાલમાં એક બેડરૂમ હોલ કિચનવાળો માલ ખરીદ્યો હતો અને આજે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારની અંદર બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે
સૌથી પહેલા જણાવ્યું હતું કે અમે અમારા સ્ટાફ અને પરિવારના સભ્યોને રહેવા માટે મુંબઈની અંદર અમુક પ્રોપર્ટી શોધી રહ્યા હતા તેમજ આ પ્રોપર્ટી અમે એસ આર ગ્રુપ પાસેથી ખરીદી છે અને આ પ્રોપર્ટી નું લોકેશન એવી જગ્યાએ છે કે જેમાંથી અમારા વર્કપ્લેસ અને ઓફિસ સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા પડે છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, અમારો મેન્યુફેક્ચરિંગ યુનિટ સાન્તાક્લોઝ ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન માં છે અને અમારી ઓફિસ બાંદ્રા ક્રૂલા કોમ્પલેક્ષમાં છે. મુંબઈની અંદર અમારી પહેલેથી જ અમુક રેસીડેન્ટ પ્રોપર્ટી છે અને આ નવી પ્રોપર્ટીથી વધુ કર્મચારીઓ અને પરિવારના સભ્યોને રહેવાની સગવડતા મળશે.
સવજીભાઈ ધોળકિયા આવનાર દિવાળીના સમયે પોતાના કર્મચારીને લઈને પણ ખૂબ જ વધારે ચર્ચામાં આવતા હોય છે અને હરિકૃષ્ણ એક્સપોર્ટ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 7000 કરોડથી પણ વધારે છે.
મૂળ અમરેલી જિલ્લાની અંદર આવેલા દુધાળા ગામના વતની એવા સવજીભાઈ ધોળકિયા એ આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને સવજીભાઈ 1977 માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા અને 1978 માં હીરા ઘસુ તરીકે કામ કરવાનું શરૂ કર્યો હતો અને દર મહિને 169 રૂપિયા માત્ર પગાર મળતો હતો