Virat Kohli એ બતાવી તેના લંડનવાળા નવા ઘરની ઝલક, બંગલાની કિંમત કરોડોમાં..
Virat Kohli : ક્રિકેટર વિરાટ કોહલીએ હાલમાં તેમનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યું છે. ત્યારે કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેમનું વધુ એક સપનું પૂર્ણ થયું હોવાનું જણાવ્યું છે. ચાલો જાણીએ કે Virat Kohli પોતાના અન્ય કયા સપના વિશે વાત કરી રહ્યા છે.
Virat Kohli એ કંસ્ટ્રક્શન ટીમનો આભાર વ્યક્ત કર્યો
વિરાટ કોહલીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેમણે કંસ્ટ્રક્શન ટીમનો આભાર માન્યો હતો. વીડિયોમાં તેમણે પોતાના આલિશાન બંગલાની એક ઝલક બતાવી હતી.
Virat Kohli એ પોતાના એક્સ (એક્સ-ટ્વિટર) એકાઉન્ટ પર જણાવ્યું કે અલીબાગમાં ઘર બનાવવાની જે સફર રહી છે તે શાનદાર રહી છે. ઘર બનીને તૈયાર થતું જોવું મારા માટે એક સુખદ અનુભવ રહ્યો. મારા સપનાના ઘરને હકીકતમાં બદલવા માટે આવાસ ટીમનો આભાર. મારા પ્રિય વ્યક્તિઓ સાથે અહીં સમય વિતાવવા માટે હું હવે રાહ જોઈ શકતો નથી.
વિરાટે બંગલાનું નામ ‘વિરાન’ રાખ્યું
વિરાટ કોહલીએ 62 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે આલિશાન બંગલામાં એક સ્વીમિંગ પુલ, મોટો બગીચો અને અન્ય ઘણી સુવિધાઓ છે.
Virat Kohli એ જણાવ્યું છે કે તેમને આ ઘરમાં લીવિંગ સ્પેસ અને ત્યાંથી બહાર જવાનો રસ્તો સૌથી વધારે પસંદ આવ્યા છે. વીડિયોમાં વિરાટ કોહલી જીમ કરતાં અને કિચનમાં નજરે પડ્યા હતા. વિરાટે આ નવા બંગલાનું નામ ‘વિરાન’ રાખ્યું છે.
વિરાટ કોહલીના લક્ઝુરિયસ બંગલાની કિંમત કરોડોમાં
વીડિયોમાં ઘરનું ઈન્ટીરિયર ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કુલ કિંમત 30 કરોડ રૂપિયાથી પણ વધારે છે. જમીનની કિંમત લગભગ 19થી 20 કરોડ અને ઘર બનાવવા માટે 13 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
View this post on Instagram
કોહલીનો આ લક્ઝુરિયસ બંગલો આવાસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે બનતાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે.
વિરાટ કોહલી નવા ઘરમાં ક્યારે શિફ્ટ થશે
નવું ઘર બનતાની સાથે વિરાટ કોહલીનું આ ત્રીજું ઘર છે. આના સિવાય કોહલી પાસે મુંબઈમાં અન્ય એક આલિશાન ઘર છે, તો ગુરુગ્રામમાં પણ કોહલી પાસે શાનદાર ઘર છે.
હવે કોહલીએ વધુ એક ઘર બનાવ્યું છે. જો કે વચ્ચે કોહલી લંડન શિફ્ટ થવા માંગે છે તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ આ વીડિયો સામે આવતાંની સાથે જ લાગે છે કે કોહલી થોડા જ સમયમાં આ ઘરમાં રહેવા આવી શકે છે.
વધુ વાંચો: