અમદાવાદના ઇસનપુરમા વિધર્મીએ યુવતી સાથે બળજબરીપૂર્વક કર્યું દુષ્કર્મ, પોલીસ આવે એ પહેલા લોકોએ વિધર્મીને માર્યો….

અમદાવાદના ઇસનપુરમા વિધર્મીએ યુવતી સાથે બળજબરીપૂર્વક કર્યું દુષ્કર્મ, પોલીસ આવે એ પહેલા લોકોએ વિધર્મીને માર્યો….

અમદાવાદમાં વિધર્મીએ યુવતી સાથે છેડતી ને દુષ્કર્મ કર્યું, પોલીસ પકડવા આવી ને ટોળું ઉશ્કેરાયું, શ્રીરામના નારા સાથે નરાધમને ફટકાર્યો…

અમદાવાદના ઇસનપુરમાં ગત રાત્રિએ યુવતીની છેડતીના મામલે યુવકને લોકોએ માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. યુવક અવારનવાર યુવતીનો પીછો કરીને પરેશાન કરતાં યુવતીનાં પરિવારજને તેને સમજાવવા માટે બોલાવ્યો હતો.

યુવતીના પરિવારે યુવકને સમજાવતા તેણે ઉશ્કેરાઈને તેમની સાથે ઝઘડો કર્યો હતો, જેમાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. એ બાદ યુવતીની છેડતી અને યુવક વિધર્મી હોવાનું લોકટોળાને જાણવા મળતાં તેમણે તેને ફટકારવાનું શરૂ કર્યું હતું.

આ બાદ ઘટનાની જાણ થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વીફરેલા લોકટોળા વચ્ચેથી પોલીસ નરાધમ યુવકને મહામુસીબતે બચાવીને લઈ ગઈ હતી. પોલીસ પકડીને લઈ જતી હતી ત્યારે શ્રીરામના નારા સાથે નરાધમને લોકોએ ફટકાર્યો હતો.

પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી, ચોરી, ધમકી, મારામારી સહિતની કલમો મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જો કે, ઉલ્લેખનીય છે કે આરોપી યુવક ઘણા સમયથી યુવતીની પાછળ પડી ગયો હતો.

અગાઉ પણ યુવતીની છેડતી મામલે તેને સ્કૂલમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. આમ છતાં તે અવારનવાર તેની પીછો કરીને હેરાન કરતો હતો. લોકોની વચ્ચેથી યુવકને લઈને જતી પોલીસને પણ પરસેવો વળ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.

કે ડિવિઝન એસીપી મિલાપ પટેલ.

આરોપી યુવતીને સ્કૂલમાં પણ પરેશાન કરતો
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીના સંપર્કમાં તાજીમ નામનો યુવક સ્કૂલ સમયથી પરિચયમાં હતો. યુવતી અત્યારે અભ્યાસ કરી રહી છે. બન્ને સ્કૂલમાં ભણતાં હતાં, ત્યારે પણ તાજીમને આ મામલે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

છતા સુધરવાને બદલે તે સતત યુવતીની પાછળ જ રહેતો હતો. તાજીમે યુવતી સાથે જબરદસ્તી શારીરિક સબંધ પણ બાંધ્યા હતા. તાજીમ સતત યુવતીને હેરાન-પરેશાન કરતો હતો.

2 દિવસ અગાઉ તાજીમ યુવતીના ઘરે પહોંચી ગયો હતો, જ્યાં યુવતીને ધમકી આપતાં કહ્યું હતું કે તું મારા સિવાય અન્ય યુવકો સાથે વાત ન કરે. યુવતી સાથે બોલાચાલી થતાં તાજીમ યુવતીનો ફોન લઈને રાતે જતો રહ્યો હતો અને મોડી રાતે પરત આપી ગયો હતો. યુવતીએ આ અંગે તેનાં માતા-પિતા અને મામાને જાણ કરી હતી.

યુવતીએ પરિવારને સમગ્ર ઘટના વર્ણવી
યુવતીનાં માતા-પિતાએ તાજીમને ગઈકાલે બપોરે સમજાવવા માત્ર ઘોડાસર આવકાર હોલ પાસે બોલાવ્યો હતો, જ્યાં તેને સમજાવા જતાં તે ઉગ્ર થયો હતો અને યુવતીના પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યું હતું.

આ મામલો બગડ્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થયા હતા. તાજીમ વિધર્મી હોવાની જાણ થતાં લોકોએ તેને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.

લોકોનું ટોળું ભેગું થતાં ઇસનપુર અને આસપાસના પોલીસ સ્ટેશનના સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદની આધારે તાજીમ વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી, ચોરી, ધમકી, મારામારી સહિતની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ધરપકડ કરીને તપાસ હાથ ધરી છેઃ મિલાપ પટેલ
આ મામલે કે ડિવિઝન એસીપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે આરોપી યુવક કેટલાય સમયથી યુવતીની પાછળ પડી ગયો હતો. યુવતી સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીને કેટલાય સમયથી પાછળ પડી જતાં તેણે ઘરે જાણ કરી હતી. હાલ તાજીમની ધરપકડ કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. A to Z World News વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *