14 વર્ષની આ દીકરીના કામ થી પાકિસ્તાનીઓને લાગ્યા મરચાં, કરી રહ્યા છે વિરોધ
14 વર્ષની આ છોકરીની લવ સ્ટોરી એ આખા પાકિસ્તાનમાં બબાલ મચાવી દીધી છે. પાકિસ્તાન માં પ્રેમ કરવો એટલે એક મોટું પાપ ગણાય છે. જે મોત થી ઓછું નથી ગણાતું પાકિસ્તાનમાં માતા પિતાને પોતાની દીકરીના પ્રેમની જાણ થતા પોતે જ પોતાની દીકરી ને લોહી લુહાણ કરી નાખે છે. 14 વર્ષ ની દુઆ ઝેહરા સાથે આવું જ કંઈક ના બને.
દુઆ ઝેહરા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ હતી. તેણે 21 વર્ષના ઝહીર અહેમદ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેના પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો. પરિવારે પુત્રીના અપહરણની FIR પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ પછી પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતની પોલીસે દુઆ ઝેહરાની શોધખોળ શરૂ કરી હતી.
એપ્રિલથી ગુમ છે દુઆ ઝેહરા
કેસ નોંધાયા બાદ દુઆ ઝેહરાએ વીડિયો જાહેર કર્યો હતો અને બંને રાજ્યોની પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેણે કહ્યું કે, પોલીસ તેને પરેશાન કરી રહી છે. પોલીસ અને ઘરના લોકોથી તેના જીવનું જોખમ છે. દુઆ ઝેહરાએ કહ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. દુઆ ઝેહરા એપ્રિલથી કરાચીથી ગુમ છે. તે ક્યાં છે? તે વિશે કોઈ માહિતી નથી. બીજી તરફ દુઆ ઝેહરાને રજૂ કરવાના કોર્ટ પોલીસને આદેશ પર આદેશ આપી રહી છે.
કોર્ટે FIAને નજર રાખવા કહ્યું, જોજો બીજા દેશમાં ના ભાગી જાય
શુક્રવારે સિંધ હાઈકોર્ટે દુઆ ઝેહરા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી હતી. કોર્ટે FIA (Federal Investigation Agency)ને નિર્દેશ આપ્યો હતો કે, દુઆ ઝેહરાને અન્ય દેશમાં લઇ જવાના કોઇપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. ગત સુનાવણીમાં કોર્ટે આઇજી સિંધને દુઆ ઝેહરાને હાજર કરવામાં થતાં વિલંબ અંગે કારણદર્શક નોટિસ ફટકારી હતી. શુક્રવારની સુનાવણી દરમિયાન કોર્ટે તેને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ આજે પણ તેને કોર્ટમાં રજૂ કરી શકી નથી.
ત્યારબાદ કોર્ટે FIA ડીજીને આદેશ આપ્યો હતો કે, તે દેશના સરહદી વિસ્તારો પર નજર રાખે જેથી બાળકીને બીજા દેશમાં લઇ જવાનો પ્રયાસ ના થાય. હાઈકોર્ટે આ કેસમાં આરોપીઓના બેંક ખાતા ફ્રીઝ કરવા અને રાષ્ટ્રીય ઓળખકાર્ડ સસ્પેન્ડ કરવા NADRA અને પાકિસ્તાનની સ્ટેટ બેંકને આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને ૧૦ જૂને યોજાનારી આગામી સુનાવણીમાં યુવતીને રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.