શું Aamir Khan 27 વર્ષ નાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ? થયો ખુલાસો
Aamir Khan : બોલીવુડના પ્રખ્યાત સ્ટાર આમિર ખાન ફરી એકવાર પોતાની અંગત જીવનના કારણે ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તે સાથે એક જાણીતી અભિનેત્રી જોવા મળી છે. વીડિયોમાં દેખાતી આ અભિનેત્રીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ આમિર ખાનની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરી રહ્યાં છે.
આ અભિનેત્રીની ઉંમર 32 વર્ષની છે, જ્યારે Aamir Khan 52 વર્ષના છે. આ બંને વચ્ચે 27 વર્ષની ઉંમરનો તફાવત છે. આમિર ખાન અત્યાર સુધીમાં બે વખત લગ્ન કરી ચૂક્યા છે.
પહેલા તેણે રીના દત્તા સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ કિરણ રાવ સાથે. બંને લગ્ન ટૂંકા સમય પછી વિખૂટા થઈ ગયા. હવે એવા અહેવાલો છે કે આમિરના જીવનમાં ફરી એક અભિનેત્રીની એન્ટ્રી થઈ છે.
આમિર ખાનની લવ લાઈફને લઈને સવાલો
આમિર ખાનના પહેલા સસરા, એટલે કે રીના દત્તાના પિતાનું ગુરુવારે નિધન થયું છે, અને આ દુ:ખદ ઘડીમાં આખો ખાન પરિવાર રીના દત્તાના ઘરે પહોંચ્યો હતો.
આ સમયે, અભિનેત્રી ફાતિમા સના શેખ પણ રીનાના ઘરમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. ફાતિમા તેના સસરાના અવસાન બાદ આમિરના ઘરે ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
વિડિયો સામે આવતા જ ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ચકચાર મચી ગઈ. લોકો ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું કે કદાચ આમિર અને ફાતિમા સના શેખ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા પણ બંનેના અફેરની ચર્ચાઓ સાંભળવામાં આવી હતી, અને હવે આ વીડિયોએ ફરીથી આ વાતોને વેગ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
ફાતિમા સના શેખના વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે લખ્યું કે, “વાહ આમિર ભાઈ! શું આ બધું સાચું છે?”
જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “ફાતિમા સના શેખ આમિરની દીકરી ઈરાની સારી મિત્ર છે, તેથી જ તે ત્યાં ગઈ હતી.” ત્રીજા યુઝરે કહ્યું, “આમિર અને ફાતિમા વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે, તે તો તેની પુત્રીની ઉંમરની છે. આવું થવું અશક્ય છે.”