વરસાદની આગાહી: ગુજરાત મા આ વિસ્તારમાં મુસલધાર વરસાદ ની આગાહી ગાજવીજ સાથે વરસાદ નું આગમન થશે.
અમદાવાદ શહેરમાં સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ તાપમાનથી લોકો હેરાન-પરેશાન. આગામી ચાર દિવસ દરમિયાન આ વિસ્તારમાં વરસાદની શક્યતાગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે, છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં પણ વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે પરંતુ હજુ શહેરમાં વરસાદનું આગમન થયુ નથી.
બીજી તરફ અમદાવાદમાં ગરમી ઓછુ થવાનુ નામ લેતી નથી. શહેરમાં સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા લોકો હેરાન-પરેશાન થયાં છે.
આગામી ચાર દિવસ દરમિયાન આ વિસ્તારમાં વરસાદની શક્યતા
- શનિવાર । અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી
- રવિવાર । અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી
- સોમવાર । અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ
- મંગળવાર । અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દફૈ.