Abhishek Bachchan એ લગ્નને લઈને આપી સલાહ, કહ્યું- ‘જેવું પત્ની કહે એવું..’
Abhishek Bachchan : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તેમના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અફવાઓ છે કે તેમની વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું. અહીં સુધી કે તેઓ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે એવી ચર્ચાઓ પણ ચાલી છે. તેમ છતાં, બંનેમાંથી કોઈએ પણ આ તણાવ અંગે જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.
આ દરમિયાન અભિષેક બચ્ચને ‘ડેન્યૂબ પ્રોપર્ટીઝ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2024’માં હાજરી આપી હતી, જ્યાં તેમણે પતિઓ માટે ખાસ સલાહ આપી. આ પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હોસ્ટ અભિષેક બચ્ચન ને પૂછે છે, “તમારા પરફોર્મન્સને કારણે ક્રિટિક્સ સવાલ ઉઠાવી શકતા નથી. આ તમે કેવી રીતે કરો છો?”
View this post on Instagram
જવાબમાં અભિષેક બચ્ચન હસતાં કહે છે, “આ બહુ સરળ છે. ડાયરેક્ટર જે કહે તે કરવું, કામ પૂરું કરીને ઘરે ચાલ્યા જવું.” જ્યારે હોસ્ટે આ સ્થિતિને પતિઓના લગ્ન જીવનમાં પત્ની દ્વારા બનાવાયેલા નિયમોનું પાલન કરવા સાથે સરખાવી, ત્યારે અભિષેકએ કહ્યું, “હા, બધાં પરિણીત પુરુષોએ જેવું પત્ની કહે તેવું જ કરવું જોઈએ.”
લગ્નજીવન અંગેનો અભિષેકનો આ નિવેદન એવો સમયે આવ્યું છે જ્યારે તેમની અને ઐશ્વર્યાની મેરિડ લાઈફમાં તણાવ અંગે અફવાઓ ચાલી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સગાઈ સમારોહમાં બંનેએ અલગ-અલગ હાજરી આપી હતી અને સાથે કોઈ તસવીર પણ ક્લિક કરાવી નહોતી.
ઉપરાંત, તાજેતરમાં ઐશ્વર્યાએ આરાધ્યાના જન્મદિવસની તસવીરો શેર કરી હતી, જેમાં અભિષેક સહિત બચ્ચન પરિવારના કોઈ પણ સભ્ય દેખાયા નથી, જેનાથી નેટિઝન્સ આશ્ચર્યચકિત થયા હતા.
વધુ વાંચો: