પતિ Abhishek Bachchan છે સાવ બેરોજગાર, ઐશ્વર્યાની કમાણી પર ચાલે છે પરિવાર..
Abhishek Bachchan : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાની અફવાઓ હાલમાં ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, બચ્ચન પરિવાર અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું.
આ દરમિયાન, ઐશ્વર્યા રાયને પુત્રી આરાધ્યા સાથે જલસામાં જોવા મળ્યાં હતાં. આ વચ્ચે, Abhishek Bachchan નો એક જૂનો ઈન્ટરવ્યુ ફરીથી સામે આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે ઐશ્વર્યાએ તેમને શીખવ્યું કે સુખી અને સ્વસ્થ પરિવાર હોય તે જ સૌથી મોટો આશીર્વાદ છે.
કોરોના સમયગાળા દરમિયાન, દેશમાં લોકડાઉનને કારણે અનેક લોકોની રોજગારી ખતમ થઈ ગઈ હતી અને તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા.
બોલિવૂડ પણ આથી અછૂત નહોતું. ફિલ્મોના નિર્માણ બંધ થવાના કારણે મોટા સ્ટાર્સ પણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. બચ્ચન પરિવાર પણ કોરોનાથી પ્રભાવિત થયો હતો.
અભિષેક, અમિતાભ, અને આરાધ્યા બધા જ કોવિડથી સંક્રમિત થયા હતા. આ કપરા સમયમાં, જ્યારે અભિષેક પરેશાન હતો, ત્યારે ઐશ્વર્યા રાયના સચોટ શબ્દોએ તેને હિંમત આપી.
Abhishek Bachchan છે બેરોજગાર
અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે કોવિડ દરમિયાન, બચ્ચન પરિવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. અભિષેક, તેના પિતા, પત્ની, અને પુત્રી સૌ કોવિડથી સંક્રમિત થયા હતા અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યા.
અભિષેક લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યો અને પછી સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો. પરંતુ તે પછી, તેને ઘર ચલાવવાની ચિંતા થવા લાગી.
તે સમયે, અભિષેકે ઐશ્વર્યાને પૂછ્યું કે, “હવે ઘરમાં બેસીને શું કરવું? કોઈ કામ નથી થઈ રહ્યું, તો આવક ક્યાંથી આવશે?” આના જવાબમાં, ઐશ્વર્યાએ કહ્યું, “તમે આ બાબત માટે આભારી હોવું જોઈએ કે તમારો પરિવાર સ્વસ્થ છે.
આપણે બહુ નસીબદાર છીએ કે અમારા બધા પરિવારના સભ્યો અમારી સાથે છે, નહીં તો કોરોનાએ ઘણા પરિવારોને બરબાદ કરી દીધા છે.” અભિષેકે જણાવ્યું કે ઐશ્વર્યાના આ શબ્દોએ તેને આ કપરા સમયમાં શક્તિ આપી.