Anil Kapoor સાથે કિસિંગ સીન કરવા આ એક્ટ્રેસને કરી હતી મજબુર!
Anil Kapoor : બોલિવૂડમાં અનેક વિવાદાસ્પદ સમાચાર સામે આવતા રહે છે. હાલ, એક અભિનેત્રીએ ફિલ્મમાં કિસિંગ સીનને લઈને મોટો ખુલાસો કર્યો છે. નિખિલ અડવાણી, જે ‘કલ હો ના હો’, ‘વેદા’ અને ‘બાટલા હાઉસ’ જેવી પ્રખ્યાત ફિલ્મોના દિગ્દર્શક છે, 2007ની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘સલામ-એ-ઇશ્ક’નું પણ દિગ્દર્શન કર્યું હતું.
આ ફિલ્મમાં ગોવિંદા, જોન અબ્રાહમ, પ્રિયંકા ચોપરા, જુહી ચાવલા, વિદ્યા બાલન, અનિલ કપૂર અને સલમાન ખાન જેવા મોટા કલાકારો હતા, પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી. હવે, આટલા વર્ષો બાદ ફિલ્મની અભિનેત્રી અંજના સુખાનીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં નિખિલ અડવાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Anil Kapoor સાથે કિસિંગ સીન
અંજના સુખાનીએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ફિલ્મ દરમિયાન દિગ્દર્શક નિખિલ અડવાણીએ અચાનક અનિલ કપૂર સાથે કિસિંગ સીન કરવા કહ્યું, જેનાથી તે એકદમ ચોંકી ગઈ.
તેણે કહ્યું કે: તે આ માટે માનસિક રીતે તૈયાર નહોતી. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી, અને નિખિલ અડવાણી જાણતા હતા કે તે ના પાડી શકશે નહીં. કિસિંગ સીન સ્ક્રિપ્ટમાં નહોતો, અને તેને કોઈ પૂર્વજાણ કરવામાં આવી નહોતી. આ દ્રશ્ય પછી તે ખૂબ રડી પણ પડી.
અંજનાએ વધુમાં ઉમેર્યું કે સામાન્ય રીતે ફિલ્મોમાં આવા દ્રશ્યો પહેલા કલાકારોને જણાવવામાં આવે છે જેથી તેઓ માનસિક રીતે તૈયાર થઈ શકે. પરંતુ આના માટે તેને કોઈ તક આપવામાં આવી નહોતી.
આ ખુલાસાઓએ બોલિવૂડના કામ કરવાની પદ્ધતિઓ પર ફરીથી ચર્ચા ઊભી કરી છે, ખાસ કરીને નવા કલાકારો માટેની પરિસ્થિતિઓ વિશે!
વધુ વાંચો: