હીરામંડીની બિબ્બોજાન Aditi Rao Hydari એ બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા
Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થએ લગ્ન કરી લીધા છે. તેઓએ તેલંગાણાના વાનપર્થીમાં આવેલા 400 વર્ષ જૂના શ્રીરંગપુર મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા છે, જેમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર હતા. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરી છે.
લગ્નની તસવીરો સાથે, તેઓએ એકબીજાને માટે એક સુંદર નોટ લખી છે. તેમણે લખ્યું: “તમે મારા ચંદ્ર, સૂર્ય અને તારા છો. હંમેશા પરીકથાઓની જેમ સાથે રહેજો, હંમેશા હસતા રહેજો… ક્યારેય મોટા ન થશો… પ્રેમ, પ્રકાશ અને જાદુને કાયમ માટે જાળવી રાખજો… મિસેઝ એન્ડ મિસ્ટ- અદ્દૂ-સિદ્ધૂ.”
વેડિંગ લૂકની વાત કરીએ તો, Aditi Rao Hydari એ ગોલ્ડન સાડી પહેરી હતી, જ્યારે સિદ્ધાર્થએ સફેદ કુર્તા અને મેજિક ધોતી પહેરી તેમના લુકને પૂર્ણ કર્યો હતો.
અદિતિ-સિદ્ધાર્થે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
તેમની તસવીરો જોઈને અભિનેત્રી જેનેલિયા ડિસોઝાએ અભિનંદન આપતા લખ્યું, “પ્રિય અદિતિ અને સિદ્ધાર્થને અભિનંદન, તમારા માટે ખૂબ ખુશ છું.” જ્યારે દુલકર સલમાને લખ્યું, “HRH અને સિદ્ધાર્થને અભિનંદન, સુંદર કપલ અને સુંદર ચિત્રો, હંમેશા પ્રેમ.” ચાહકોએ પણ હાર્ટ ઇમોજી સાથે અભિનંદન પાઠવ્યા છે.
સિદ્ધાર્થ અને અદિતિ 2021માં એક ફિલ્મ દરમિયાન નજીક આવ્યા હતા. તેમણે ‘મહાસમુદ્રમ’ નામની તમિલ-તેલુગુ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી તેઓ એકબીજાની નજીક આવ્યા. સિદ્ધાર્થ ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મે બદ્દૂર’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અદિતિ રાવ હૈદરી દક્ષિણ તથા હિન્દી ફિલ્મોના જાણીતા ચહેરા છે.
અદિતિ રાજવી પરિવારમાંથી આવે છે. તેનો જન્મ 28 ઓક્ટોબર, 1986ના રોજ હૈદરાબાદમાં થયો હતો. અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના વાનપર્થીના રાજા હતા. અદિતિએ પોતાની કારકિર્દી ભરતનાટ્યમ નૃત્યાંગના તરીકે શરૂ કરી હતી અને ત્યારબાદ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
સોનાક્ષી અને અનન્યાએ અભિનંદન પાઠવ્યા: અદિતિ અને સિદ્ધાર્થએ સંયુક્ત તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘તમે મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા છો… હંમેશા મારા જીવનસાથી રહો, ક્યારેય મોટા ન થાઓ… શ્રીમતી અને શ્રી. અદુ-સિધ્ધું’.
તસવીરો અપલોડ થયા બાદ, અનેક સેલેબ્સે કોમેન્ટ સેક્શનમાં પ્રેમનો વરસાદ કર્યો. નવવિવાહિત સોનાક્ષી સિંહાએ લખ્યું- “અભિનંદન બેબી.” અનન્યા પાંડેએ પણ કોમેન્ટ કરતાં લખ્યું- “ખૂબ સુંદર, અભિનંદન!” અદિતિના કોસ્ટાર દુલકર સલમાને લખ્યું- “અદિતિ અને સિદ્ધાર્થને અભિનંદન. સુંદર કપલ, સુંદર તસવીરો. હંમેશા પ્રેમ.”