અમદાવાદ: ભદ્રકાળી સાક્ષાત બિરાજમાન છે ભક્તોના દુઃખ માતાજીના દર્શન માત્રથી જ દૂર થાય છે…
અમદાવાદમાં માં ભદ્રકાળી સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતના બધા જ લોકોને દેવી-દેવતાઓમાં શ્રદ્ધા અને આસ્થા હોવા થી ગુજરાતના ખૂણે ખૂણે નાના મોટા હજારો-લાખો દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવીસુ જે અમદાવાદમાં આવેલું છે આ નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર છે. અહી દર્શને આવતા ભક્તોના દુઃખ માતાજીના દર્શન માત્રથી જ દૂર થાય છે
આજે આ મંદિરમાં રોજે રોજ હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે.માં ભદ્રકાળી તેમના ચરણે આવતા બધા જ ભક્તોના દુઃખો દૂર કરતા હોય છે, માતાજીના મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે છે.
પાટણના રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવ્યા હતા અને તેના પછી સાબરમતી નગરીના કાંઠે કર્ણાવતી નગરી સ્થાપી હતી. એ સમયે રાજદેવી શ્રી ભદ્રકાળીની સ્થાપના પણ ૧૪૧૧ માં કરી હતી.
ત્યારપછી આ નદીના કાંઠે અહમદશાહે અમદાવાદ શહેર બંધાવ્યું હતું અને અહીંયા તેઓએ એક કિલ્લો પણ બંધાવ્યો હતો જેમાં આજે પણ તે ભદ્રના કિલ્લા વિષે ઓળખાય છે. ત્યારથી જ બધા બાદશાહ માતા ભદ્રકાળીમાં ખુબ જ મોટી આસ્થા ધરાવે છે.
સાથે સાથે થોડા સમય પછી જયારે ભગવાન સ્વામિનારાયણ જયારે અમદાવામાં આવ્યા ત્યારે નાગરદેવી માતા ભદ્રકાળીના દર્શન કર્યા હતા.આજે માં ના ચરણોમાં પણ જેટલા ભક્તો તેમના દુઃખ લઈને આવે છે તે બધા જ દુઃખ માં દૂર કરીને ભક્તોના જીવનમાં હંમેશા માટે દૂર કરીને ખુશીઓ લાવી દે છે. સાથે બધા જ ભક્તોની મનોકામનાઓ પણ માતાજી પુરી કરે છે અને ભક્તોના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરાવે છે.