Aishwarya Rai ની દીકરી આરાધ્યાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, લાગી ઐશ્વર્યાની કાર્બનકોપી
Aishwarya Rai : એ વર્ષના SIIMA એવોર્ડ સમારંભમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનનો ખાસ દેખાવ ભારે ચર્ચામાં છે. Aishwarya Rai બ્લેક અને ગોલ્ડન ડ્રેસમાં સૌની નજરો ખેંચતી લાગી રહી હતી.
અને તેની સાથે આરાધ્યા પણ સ્લિવર અને બ્લેક ડ્રેસમાં પોતાની સુંદરતાથી લોકોને મંત્રમુગ્ધ કરી રહી હતી. આ ખાસ પ્રસંગે 12 વર્ષીય આરાધ્યાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તે નવા હેરસ્ટાઈલ અને લાઇટ મેકઅપ સાથે એકદમ ફેશનેબલ લાગી રહી હતી. તેનુ સાઇડ પાર્ટેડ હેરસ્ટાઈલ તેની માતા Aishwarya Rai ની જેમ જ લાગતું હતું, અને લિપ ગ્લોસ અને આઈલાઈનર સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ એવોર્ડ સમારંભમાં આરાધ્યા પોતાની માતા ઐશ્વર્યા રાય સાથે દરેક પળે હાજર રહી હતી અને દરેક ક્ષણને કેમેરામાં કેદ કરતી જોવા મળી હતી. એ વાત તો સ્પષ્ટ છે કે આરાધ્યા પોતાની માતાની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે.
ચાહકો પણ આ મા-દીકરીના બોન્ડને ખૂબ જ પ્રેમથી વખાણ કરી રહ્યા છે, અને તેઓએ ફરી એકવાર બધાનું દિલ જીતી લીધું છે.
ઐશ્વર્યા અને આરાધ્યાનો વીડિયો વાયરલ
View this post on Instagram
SIIMA એવેન્ટમાં ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનના અનેક વીડિયો દુબઇમાંથી વાયરલ થયા છે, જેમાં ક્યારેક ઐશ્વર્યા મીડિયા સાથે સેલ્ફી લેતી જોવા મળે છે, તો ક્યારેક આરાધ્યા તેના ફોન પર પોતાની માતાની તસવીરો ક્લિક કરતી જોવા મળે છે.
રેડ કાર્પેટ પર હાજરી આપતી વખતે બંને એકદમ સુંદર લાગતાં હતા, અને ત્યાં ઐશ્વર્યાએ પોતાની દીકરીને જાહેરમાં કિસ કરી હતી, જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. ચાહકો આ વાત પર ખૂબ જ હર્ષ વ્યક્ત કરી રહ્યા છે.
ફેન્સે કર્યા વખાણ
આરાધ્યા અને ઐશ્વર્યાની હૃદયસ્પર્શી ઝલક જોઈને ચાહકોના વખાણનો પૂર આવવા પામ્યો છે. એક યુઝરે લખ્યું, “દીકરી ખૂબ જ ક્યૂટ છે, યાર.” બીજાએ કહ્યું, “ઐશ્વર્યા ખૂબ જ સુંદર અને ડાઉન ટુ અર્થ એક્ટ્રેસ છે.”
ફેન્સે રેડ હાર્ટ ઈમોજી શેર કરીને પણ પ્રેમ વ્યક્ત કર્યો. અન્ય એક યુઝરે ઉમેર્યું, “આરાધ્યા દિવસેને દિવસે વધુ સુંદર બની રહી છે.” જ્યારે બીજાએ લખ્યું, “ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા તેના કરતા વધુ સુંદર લાગી રહી છે.”
વધુ વાંચો: