Aishwarya Rai ના છૂટાછેડાના સમાચાર નિકળ્યા ખોટા, હસતા હસતા પતિ સાથે સેલ્ફી..
Aishwarya Rai : જ્યારે આખું સોશિયલ મીડિયા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે તિરાડના સમાચારોથી ભરાયું હતું, ત્યારે આ જોડીએ બધાને ચૂપ કરી દીધા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી એવી અફવાઓ ચાલી રહી હતી કે અભિષેક અને Aishwarya Rai છૂટાછેડા લેવાના આરે છે અને તેમના સંબંધોમાં કંઇક બરાબર નથી. હવે આ તમામ ચર્ચાઓ પર આ દંપતીએ મોટો બાંધ મૂક્યો છે.
તાજેતરમાં, એક ઇવેન્ટમાં આ કપલ સાથે સાથે હસતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ જોડીને એકસાથે ખુશ અને નિર્દોષ પળો વિતાવતા જોઈને તેમના ચાહકો માટે આનંદદાયક ક્ષણ બની છે.
વપરાશકર્તાઓ આ જોડીની આકર્ષક તસવીરોની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. 6 ડિસેમ્બરે, ફિલ્મ નિર્માતા અનુ રંજને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી, જેમાં તે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને ઐશ્વર્યાની માતા બ્રિન્દા રાય સાથે જોવા મળે છે. આ તસવીરમાં અભિષેક અને ઐશ્વર્યાના સ્મિત સાથેની ખુશાળ ઝલક જોઈને ચાહકોના ચહેરા પર પણ ખુશી છવાઈ ગઈ છે.
આઈવેન્ટમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. બંનેને સાથે સાથે હસતા અને ખુશ જોવા મળતાં ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો.
અભિનેત્રી આયેશા જુલ્કાએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ ખાસ પળોની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે અભિષેક અને ઐશ્વર્યાની સાથે પોઝ આપતી જોવા મળે છે. એક તસવીરમાં ઐશ્વર્યા રાય જાતે જ સેલ્ફી લેતી દેખાઈ હતી, જે ચાહકો માટે ખાસ મોહક ક્ષણ બની.
આ દિવસોમાં અભિષેક તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ અને અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિષેકે ઐશ્વર્યા રાયના પ્રત્યે પોતાના ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “ઐશ્વર્યા મારી પુત્રી આરાધ્યાની પરફેક્ટ કાળજી લે છે, જેના કારણે હું મારી કારકિર્દી પર ફોકસ કરી શકું છું.” તેમણે ઐશ્વર્યાને માટે આભાર વ્યક્ત કર્યો અને પોતાને નસીબદાર ગણાવ્યું.
આ તસવીરો અને ઘટનાક્રમો સામે આવ્યા બાદ ચાહકોને પણ લાગી રહ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર છે અને છૂટાછેડાના સમાચાર માત્ર નિરાધાર અફવા હતા.
વધુ વાંચો: