Aishwarya Rai એ આ હેન્ડસમ મેનને કરી કિસ, સસરા વીડિયો જોઈને લાલઘૂમ..
Aishwarya Rai : ઐશ્વર્યા રાય લાંબા સમયથી પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું.
છૂટાછેડાની આ અફવાઓ વચ્ચે, Aishwarya Rai હાલમાં તેની પુત્રી આરાધ્યા સાથે દુબઈમાં છે. અભિનેત્રી ત્યાં એક ઈવેન્ટમાં ભાગ લેવા આવી હતી, જ્યાં તેને ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ સમારંભમાં તેની સાથે દીકરી આરાધ્યા બચ્ચન પણ હાજર હતી.
ઇવેન્ટમાં મા-દીકરીની જોડીનો અલગ જ અંદાજ જોવા મળ્યો. આરાધ્યાએ ઓડિયન્સમાં બેસીને તેની માતાની ઘણી તસવીરો ક્લિક કરી હતી. આ ઈવેન્ટ દરમિયાન સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થયો છે.
જેમાં સાઉથના સુપરસ્ટાર ચિયા વિક્રમ એવોર્ડ સમારંભમાં પહોંચે છે અને ઐશ્વર્યા રાયની બાજુની ખાલી સીટ પર બેસે છે. ચિયા વિક્રમ ઐશ્વર્યા રાય ને મળ્યા અને આરાધ્યાને પણ ઉષ્માભર્યા સ્વાગત સાથે મળ્યા. આરાધ્યા બચ્ચન પણ તેના સાથે ખૂબ સારી રીતે વર્તતી જોવા મળી હતી.
ચિયા વિક્રમ દ્વારા ઐશ્વર્યા રાય ને મળવાનો દ્રશ્ય લોકોએ ખૂબ પસંદ કર્યો. છતાં, આરાધ્યા તેની એક હરકતને કારણે ટ્રોલ થઈ રહી છે.
કેટલાક લોકોએ ટિપ્પણીઓ કરી હતી કે આટલો મોટો સ્ટાર તમને મળવા આવ્યો છે, તો તમે ઊભા થઈને મળવું જોઈએ. આરાધ્યા બચ્ચન હંમેશા તેની માતા સાથે દરેક ઇવેન્ટમાં જોવા મળે છે, અને આ વખતે પણ તે તેમ જ જોવા મળી.
View this post on Instagram
લોકોએ વીડિયો પર ટિપ્પણીઓ કરતા પૂછ્યું કે, “આરાધ્યા સ્કૂલ નથી જતી?” અને “અમે સિનિયરોને ઊભા રહીને મળીએ છીએ, તે એટલું નમ્ર પણ નથી.” કેટલાક લોકોએ આરાધ્યાની પ્રશંસાઓ પણ કરી. કેટલાક લોકો માને છે કે બચ્ચન પરિવારમાં ઐશ્વર્યા રાય માટે આજકાલ પરિસ્થિતિ મુશ્કેલ છે, અને તે દીકરી માટે માતા અને બેસ્ટ ફ્રેન્ડ બંને બની રહી છે.
આ પહેલીવાર નથી કે આરાધ્યા બચ્ચન ટ્રોલ થઈ હોય. થોડા સમય પહેલા, એક પાપારાઝી વીડિયોમાં આરાધ્યા અને ઐશ્વર્યા રાય દેખાયા બાદ, લોકોએ તેમને ટ્રોલ કર્યું હતું.
ઐશ્વર્યા, જેમણે હંમેશા આરાધ્યાનું રક્ષણ કર્યું છે, તેને લોકોના વારંવાર તેની દીકરીનો હાથ પકડીને ચાલવા અંગેની ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. સાથે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર પણ સતત સામે આવી રહ્યા છે.
વધુ વાંચો: