Aishwarya Rai એ કહ્યું કે મારે કોઈની જરુર નથી, હું આરાધ્યાને એકલી ઉછેરી..
Aishwarya Rai : પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેમના લગ્નજીવનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ઘણા અહેવાલો મુજબ, Aishwarya Rai અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવ થયો છે, અને આ પરિસ્થિતિમાં બંનેએ એકબીજાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.
બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યાના સંબંધો
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા અભિષેક બચ્ચનના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ બની. ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતા અને 2011માં તેમને એક પુત્રી, આરાધ્યા, નો જન્મ થયો.
ભલે ઐશ્વર્યા રાય પતિ અભિષેક બચ્ચન અને બચ્ચન પરિવારથી થોડું દૂર રહેતી હોય, પરંતુ તે હંમેશા તેની પુત્રી આરાધ્યાના સાથે જોવા મળે છે. આરાધ્યા પણ સામાન્ય રીતે તેની માતા સાથે જ જોવા મળે છે. ઐશ્વર્યા ઘણીવાર તેની પુત્રી સાથે એરપોર્ટ પર જોવા મળે છે, અને તેઓ સાથે વધારે સમય વિતાવે છે.
ઐશ્વર્યા રાયનું માતૃત્વ વિશેના વિચાર
એક જૂના ઈન્ટરવ્યૂમાં, ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે જો તે ઈચ્છે તો આરાધ્યાની સંભાળ માટે ઘણી નેની રાખી શકે છે, પરંતુ તેણે ક્યારેય એ જરૂરત અનુભવી નથી. ઐશ્વર્યાએ કહ્યું, “હું મારી દીકરીની સંભાળ એકલી જ રાખી શકું છું.
આરાધ્યાને ઉછેરવા માટે મારે કોઈની જરૂર નથી. હું તેને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરું છું. તે મારો આત્મા છે અને માટે મારે તેના માટે કોઈની જરૂર નથી. હું એકલી તેના માટે પૂરતી છું.”
મિડિયા રિપોર્ટ્સના દાવા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી આરાધ્યા સાથે અલગ રહે છે અને બચ્ચન પરિવાર સાથે વધુ સંબંધો નથી. ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવના સંકેતો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં, ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે નહીં પરંતુ પુત્રી આરાધ્યા સાથે હાજર રહી હતી.
છેલ્લા કેટલાક સમયથી બચ્ચન પરિવાર ચર્ચાનો વિષય બન્યો છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના અણબનાવથી લઈને શ્વેતા બચ્ચન અને જયા બચ્ચનના અંગત જીવન સુધી, બચ્ચન પરિવાર હંમેશા સમાચારમાં રહે છે.
હાલમાં જ અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેઓ તેમની બહેન શ્વેતા નંદા અને માતા જયા બચ્ચન સાથે ઉપસ્થિત હતા. બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય આ દ્રશ્યમાં ગેરહાજર હતી, જેનાથી ચાહકો નિરાશ થયા છે. ફેન્સ ઐશ્વર્યા રાય બચ્ચનને ખુબ જ મિસ કરી રહ્યા છે.
મુંબઈ એરપોર્ટ પર બચ્ચન પરિવાર
મુંબઈ એરપોર્ટ પર અભિષેક, જયા બચ્ચન અને શ્વેતા નંદાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જયા બચ્ચન ગ્રે કલરનો આઉટફિટ પહેરીને ઉપર શ્રગ કેરી કર્યો છે અને તે શૂઝ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
View this post on Instagram
અભિષેકની બહેન શ્વેતા નંદાએ બ્લેક પેન્ટ સાથે હળવા રંગનું જેકેટ પહેર્યું છે અને ખુલ્લા વાળ સાથે પોતાની પ્રસ્તુતિ પૂર્ણ કરી છે. બંનેના હાથમાં બેગ પણ જોવા મળે છે. અભિષેક બચ્ચન બ્લેક પેન્ટ અને ગ્રે સ્વેટશર્ટ પહેરીને સફેદ શૂઝ સાથે જોવા મળે છે. તેઓના પરિવાર સાથેની આ તસવીરો ચર્ચાનો વિષય બની છે, અને વીડિયોમાં ત્રણેય તણાવમાં જોવા મળે છે.
ચાહકોની પ્રતિક્રિયાઓ
અભિષેક, જયા અને શ્વેતા નંદાના આ ફોટા અને વીડિયોના પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે અને ઐશ્વર્યા રાયને મિસ કરી રહ્યા છે. ફેન્સ પૂછતા જોવા મળે છે કે ઐશ્વર્યા રાય અભિષેક સાથે કેમ હાજર નથી. ઘણા લોકો કહી રહ્યા છે કે ઐશ્વર્યા આ દિવસોમાં બચ્ચન પરિવાર સાથે બહુ જોવા મળતી નથી.
વધુ વાંચો: