Aishwarya Rai ની લાડલી આરાધ્યા સ્કૂલ નથી જતી? મા-દિકરીએ હવે તો હદ કરી..
Aishwarya Rai : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે. તેમનાં છૂટાછેડાંની અફવાઓ પણ ઘણાં વખતથી ફેલાતી રહી છે.
તાજેતરમાં જ Aishwarya Rai એ પોતાની અંગૂઠીની ઉંધી આછરી બતાવીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. બે દિવસ અગાઉ જ ઐશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યા સાથે પાછી ફરેલી.
SIIMA 2024માં હાજરી આપ્યા બાદ, હવે તે અને તેની પુત્રી IIFA માટે રવાના થયા છે. જ્યારે ફરી એક વાર ટ્રોલર્સ સક્રિય બની ગયા અને ઐશ્વર્યાને ટાર્ગેટ કરવા લાગ્યા.
આઈફા એવોર્ડ્સ 27 થી 29 સપ્ટેમ્બર વચ્ચે અબુ ધાબીમાં યોજાયા હતા. આ ફંકશનમાં ભાગ લેવા માટે શાહરૂખ ખાન પણ ત્યાં પહોંચ્યો હતો, અને તેનું ભવ્ય સ્વાગત થયું હતું.
ઐશ્વર્યા રાય પણ તેની પુત્રી આરાધ્યા સાથે હાજર હતી. જો કે, આ પ્રસંગ દરમિયાન અભિષેક બચ્ચન અથવા બચ્ચન પરિવારના અન્ય કોઈ સભ્ય તેની સાથે જોવા ન મળ્યા.લોકો સવાલ ઉઠાવવા લાગ્યા જ્યારે આરાધ્યાને અન્ય એક ઈવેન્ટમાં જતી જોઈ.
દીકરી આરાધ્યાને લઈને ટ્રોલ થઈ ઐશ્વર્યા
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય પોતાની પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી છે. આ દરમિયાન ઐશ્વર્યાએ બ્લેક આઉટફિટ પહેર્યું હતું.
View this post on Instagram
જ્યારે આરાધ્યા નવી હેરસ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લોકોએ વીડિયોને લઈને ટિપ્પણીઓ કરતા કહ્યું કે, “શું આરાધ્યા સ્કૂલ જાય છે કે નહીં?” અન્ય યુઝર્સે મજાકમાં લખ્યું, “પહેલા વાળને લઈને ટેન્શન હતું, હવે સ્કૂલને લઈને છે.”
આ પહેલાં પણ આરાધ્યા સ્કૂલ ન જવાને કારણે ટ્રોલ થઈ ચૂકી છે. આ સાથે, કેટલાક લોકોએ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે ઐશ્વર્યા તેની પુત્રીને ગ્લેમરની દુનિયામાં આગળ ધપાવવા માટે તૈયાર કરી રહી છે. આ પહેલા પણ, માતા-પુત્રીની સમાન હેરસ્ટાઈલને લઈને બંનેને ટ્રોલ કરાયા હતા.
છૂટાછેડાની અફવાઓ વચ્ચે, લોકો કહેતા હતા કે અભિષેક બચ્ચન IIFAમાં જતી ઐશ્વર્યા સાથે દેખાયા નથી, કારણ કે તેઓ પોતાનાં આવતા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તાજેતરમાં, “હાઉસફુલ 5″માં અભિષેકની એન્ટ્રીને લઈને પણ લોકોએ અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો.
વધુ વાંચો: