Aishwarya Rai ના ફેન્સ નવ્યા પર લાલઘૂમ.., છૂટાછેડાના સમાચાર વચ્ચે કર્યું કંઈક આવું
Aishwarya Rai : શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના સંબંધો વિશે ઘણા લોકો જાણે છે કે બંને વચ્ચે સારો સંબંધ નથી. એ જ રીતે, શ્વેતાની પુત્રી નવ્યા નવેલી નંદા પણ પોતાની મામી ઐશ્વર્યા સાથે ભાગ્યે જ વાત કરે છે.
આજે સુધી નવ્યાએ પોતાના પોડકાસ્ટ ‘વોટ ધ હેલ નવ્યા’માં ઐશ્વર્યા વિશે ક્યારેય કોઈ ચર્ચા કરી નથી કે ન તો તેને પોડકાસ્ટમાં આમંત્રણ આપ્યું છે. હમણાં ફરી નવ્યાએ એવું કંઈક કર્યું છે, જેનાથી સોશિયલ મીડિયામાં લોકોએ તેના પર આક્ષેપો કરવા શરૂ કર્યા છે. નવ્યાની આ પ્રક્રિયાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ઐશ્વર્યા રાયના ચાહકોનો ગુસ્સો
ઐશ્વર્યા રાય ના ચાહકોનું માનવું છે કે નવ્યા પોતાના પરિવારની તિરાડને કારણે ઐશ્વર્યા સામે ગુસ્સો પકડી રાખે છે. હમણાં ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યાએ પેરિસ ફેશન વીક 2024માં હાજરી આપી હતી. રેમ્પ પર લાલ ડ્રેસમાં ઐશ્વર્યા વોક કરતી જોવા મળી, જેના વખાણ ચાહકોએ મોટા પાયે કર્યા.
પરંતુ નવ્યા નવેલી નંદાએ પોતાની મામી ઐશ્વર્યાને સપોર્ટ ન કરતાં, આલિયા ભટ્ટના રેમ્પ વોકને સોશિયલ મીડિયા પર ચીયર કર્યું.
આલિયાએ પણ પેરિસ ફેશન વીક બાદ પોતાની રેમ્પ વોકની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેણે ફ્લાઈંગ કિસ આપતી દેખાઈ. નવ્યાએ આ પોસ્ટ પર બે ઈમોજી મુકીને આલિયા ભટ્ટ ને સપોર્ટ આપ્યો, જેને જોઈને ઐશ્વર્યાના ચાહકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.
સોશિયલ મીડિયા પર ચાહકની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર એક યુઝરે ટિપ્પણી કરી, “હે નવ્યા, તું આલિયાને સારા શબ્દોમાં સમ્માન આપી શકે છે, પણ તારી મામી માટે પણ બે શબ્દો કહી શકી હોત.”
વધુ વાંચો: