Ajay Devgn ની પત્ની Kajol એ ફરીથી નવી પ્રોપર્ટી ખરીદી? જાણો શું છે કિંમત..
Ajay Devgn ની પત્ની Kajol : ફરી એકવાર તેના મોટા ખર્ચાઓને કારણે હેડલાઈન્સનો હિસ્સો બની ગઈ છે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા છે કે કાજોલે નવી ઓફિસ સ્પેસ ખરીદી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાજોલે મુંબઈના ઓશિવારાની સિગ્નેચર બિલ્ડિંગમાં 7.6 કરોડની પ્રોપર્ટી ખરીદી છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષના જુલાઈ મહિનામાં કાજોલના પતિ અજય દેવગણે આ જ બિલ્ડિંગમાં પાંચ ફ્લેટ ખરીદ્યા હતા.
કાજોલે કરોડોની પ્રોપર્ટીમાં કર્યું રોકાણ!
રિપોર્ટ્સ અનુસાર, કાજોલ પ્રોપર્ટીઝની નવી ઓફિસ સ્પેસ સિગ્નેચર બિલ્ડિંગમાં છે, જેની જગ્યા 194.67 ચોરસ મીટર છે. ઉપરાંત, આ ઇમારત લોટસ ગ્રાન્ડ્યુરની પડોશમાં આવેલી છે. જ્યાં મોટાભાગની પ્રોડક્શન કંપનીઓ સાજીદ નડિયાદવાલા, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, અંબુદંતિયા એન્ટરટેઈનમેન્ટ અને બનિજય એશિયા સહિત અનેક ટોચની કંપનીઓની ઓફિસ છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ની શરૂઆતમાં કાજોલે જુહુની અનન્યા બિલ્ડિંગમાં બે ફ્લેટ ખરીદ્યા હતા, જેની કિંમત 11.95 કરોડ હતી. રિપોર્ટ્સ અનુસાર બંને ફ્લેટ 2000 સ્ક્વેર ફૂટમાં બનેલા છે. આ ફ્લેટ કાજોલના હાલના બંગલા શિવ શક્તિ પાસે આવેલો છે.
કાજોલનું વર્કફ્રન્ટ
અભિનેત્રી કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 1992માં ફિલ્મ બેખુદીથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ કાજોલ શાહરૂખ ખાન સાથે ફિલ્મ બાઝીગરમાં જોવા મળી હતી. કાજોલે તેના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, રાજુ ચાચા, કરણ અર્જુન, કભી ખુશી કભી ગમનો સમાવેશ થાય છે. લેટેસ્ટ ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી કાજોલ છેલ્લે ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળી હતી. અગાઉ, અભિનેત્રીએ ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોકા શ્રેણીથી તેના OTT ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ, અહેવાલો અનુસાર, કાજોલ હવે સરજમીન અને દો પત્તી જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.