Radhika Merchant થી નારાજ છે જેઠ આકાશ, પતિ અનંત પણ ગુમસુમ..
Radhika Merchant : અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકા મર્ચન્ટે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને જીવનસાથી બનાવ્યા છે.
રાધિકા સ્ટાઈલ અને ફેશનના મામલે હીરોઈનથી કમ નથી. Radhika Merchant પોતાની સાસુ નીતા અંબાણી, ભાભી ઈશા અંબાણી અને શ્લોકા મહેતાને પણ સ્ટાઈલમાં પાછળ છોડી દે છે.
અનંત અને Radhika Merchant ના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, જ્યાં દેશ-વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા અને આ પ્રસંગને શાનદાર બનાવ્યો હતો.
હવે લગ્ન પછી રાધિકા મર્ચન્ટ તેના સાસરિયાના ઘરમાં પહેલીવાર જન્મદિવસ ઉજવી રહી છે. રાધિકાએ પોતાના આલીશાન ઘેર એન્ટિલિયામાં સમગ્ર પરિવાર સાથે જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.
હમણાં જ રાધિકાના આ ગ્રાન્ડ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકા સફેદ બેકલેસ ટોપ અને લાલ રંગના સ્કર્ટમાં જોવા મળી રહી છે, સાથે તેણે સાદી પોની બનાવી છે. મેકઅપ વગર પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
વિડિયોમાં રાધિકા મર્ચન્ટ પ્રથમ કેક કાપતી અને પછી બધા મહેમાનોને ખવડાવતી જોવા મળી હતી. કેક કાપ્યા બાદ તેણે સૌથી પહેલા તેના પતિ અનંત અંબાણીને કેક ખવડાવી, પછી સસરા મુકેશ અંબાણી અને માતા-પિતાને કેક ખવડાવીને આશીર્વાદ લીધા.
View this post on Instagram
આ પછી, જ્યારે રાધિકા તેના જેઠ આકાશ અંબાણીને કેક ખવડાવવા ગઈ, ત્યારે તેમણે પહેલા રાધિકાને વિનંતી કરી કે તે દાદીસાસુ કોકિલાબાને કેક ખવડાવે. આકાશની આ વ્યવહારિકતાને કારણે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે, અને લોકો તેને ‘જેન્ટલમેન’ કહી રહ્યા છે.
આ ભવ્ય બર્થડે પાર્ટીમાં ઓરી, અનન્યા પાંડે, શિખર પહાડિયા, જ્હાન્વી કપૂર, અર્જુન કપૂર, સુહાના ખાન અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
વધુ વાંચો: