નાગાર્જુનના નાના દીકરા Akhil Akkineni એ કરી સગાઈ, ઘરમાં આવી ડબલ ખુશી
Akhil Akkineni : સુપરસ્ટાર નાગાર્જુનનો પરિવાર હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. થોડા મહિનાં પહેલાં નાગાર્જુનના મોટા પુત્ર નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી હતી.
અને હવે તેમના નાના પુત્ર અખિલ અક્કિનેનીની પણ સગાઈ થઈ ગઈ છે. નાગાર્જુને Akhil Akkineni ની ઝૈનબ રાવદજી સાથેની સગાઈની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. નાગાર્જુનએ ઝૈનબનું પરિવારમાં ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું અને નવયુગલ માટે ખુશહાલ જીવનની શુભેચ્છાઓ પાઠવી.
અખિલ અને ઝૈનબની સગાઈ અક્કિનેની પરિવારની હાજરીમાં પારંપરિક રીતે સંપન્ન થઈ હતી, જેમાં માત્ર નજીકના પરિવારજનો હાજર હતા. સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકોની સાથે સાથે ઘણા લોકોનો રસ આ સમાચાર તરફ ખેંચાઈ રહ્યો છે.
નાગાર્જુનએ સગાઈની જાહેરાત કરતાં લખ્યું
“અમે અમારા પુત્ર અખિલની સગાઈની જાહેરાત કરતા ગર્વ અને આનંદ અનુભવી રહ્યા છીએ. અખિલ અને ઝૈનબને ખૂબ શુભેચ્છાઓ. અમારા પરિવારમાં ઝૈનબનું સ્વાગત છે. કૃપા કરીને તમે પણ આ કપલને તમારા પ્રેમ અને આશીર્વાદોથી નવા જીવન માટે શુભેચ્છાઓ પાઠવો.”
ઝૈનબ રાવદજી કોણ છે?
ઝૈનબ રાવદજી જાણીતા ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી છે. તેમની પરિવારને ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ઝૈનબના ભાઈ ઝૈન રાવદજી ZR રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
ઝૈનબનું જીવન હૈદરાબાદ, દુબઈ અને લંડન વચ્ચે વિતાયું છે, અને હાલ મુંબઈમાં રહે છે. નાગાર્જુન દ્વારા આ જાહેરાત પછી ઝૈનબ અને અખિલના નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓની ઝરમર શરૂ થઈ ગઈ છે.
વધુ વાંચો: