google-site-verification: googlec8654436f05b508b.html

Akshaya Kumar એ લાખ રૂપિયાના જીન્સ સાથે પહેરી ગંજી, લોકોએ જોઈને કહ્યું આ શું?

Akshaya Kumar એ લાખ રૂપિયાના જીન્સ સાથે પહેરી ગંજી, લોકોએ જોઈને કહ્યું આ શું?

Akshaya Kumar : બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમાર માત્ર એક્શન કિંગ જ નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રીના સૌથી સ્ટાઇલિશ એક્ટર પણ છે. Akshaya Kumar ની ફેશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ હંમેશા પોઈન્ટ પર રહે છે. હવે ખિલાડી કુમારે પોતાના લેટેસ્ટ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

Akshaya Kumar એ પહેર્યું લાખોનું જીન્સ

 

 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ગઈકાલે, Akshaya Kumar તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન અક્ષયના સમર સુપર કૂલ લુકને જોઈને ચાહકો તેમના વખાણ કરી રહ્યા છે.

ખિલાડી કુમાર એરપોર્ટ પર Bandana Jacquard Straight પ્રિન્ટેડ જીન્સમાં જોવા મળ્યો. અક્ષયના આ જીન્સની કિંમત 10, 20 કે 30 હજારમાં નહીં પરંતુ લાખોમાં છે. હા, અભિનેતાના જીન્સની કિંમત 1,14,200.00 રૂપિયા છે.

ચાહકોને પસંદ આવ્યો આ લૂક

બોલિવૂડના એક્શન કિંગ અક્ષય કુમારે આવા મોંઘા જીન્સ સાથે સફેદ રંગની બનિયાન પહેરી હતી. Obey બ્રાન્ડની આ સફેદ બનિયાન પણ ઓછી કિંમતી નથી. તેની કિંમત 5,199 રૂપિયા છે અને આમાં ઘણી સાઈઝ ઉપલબ્ધ છે.

Akshaya Kumar
Akshaya Kumar

અક્ષયે સ્નીકર્સ અને બ્લેક સનગ્લાસ સાથે પોતાના એરપોર્ટ લુકને પૂર્ણ કર્યો. અક્ષય કુમાર ના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ચાહકો પણ પ્રેરિત થઈ રહ્યા છે. એક યૂઝરે લખ્યું – “કેવો ડેશિંગ લૂક!” બીજાએ લખ્યું – “હેન્ડસમ હંક હીરો.” એક બીજા યૂઝરે લખ્યું – “સ્વેગ.”

Akshaya Kumar નું વર્ક ફ્રન્ટ

અક્ષયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. અભિનેતા વેલકમ ટુ ધ જંગલ, હેરા ફેરી 3, સરફિરા, અને સિંઘમ અગેઇનમાં જોવા મળશે. અક્ષય કુમાર છેલ્લે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળ્યો હતો.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *