Alia Bhatt ની દીકરીએ લોન્ગ ડ્રાઈવની મજા માણી, બારીમાંથી બહાર ડોકિયું..
Alia Bhatt : ગુરુવારના દિવસે, દાદી સોની રાઝદાનને તેમની પૌત્રી રાહા કપૂર સાથે મુંબઈની ગલીઓમાં ડ્રાઇવ લેતા જોવા મળ્યા હતા. પાપારાઝી પણ આ સુંદર પળોને કેદ કરવામાં પાછળ ન રહ્યા.
ડ્રાઇવિંગ કરતી વખતે Alia Bhatt ની દીકરી રાહા કપૂરના ઘણા ફોટા પાપારાઝીએ કૅમેરામાં કેદ કર્યા અને તેમના વિડિઓઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયા.
રાહા કપૂર બોલિવૂડની સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંની એક છે. તેનો કોઈ પણ વીડિયો કે ફોટો સોશિયલ મીડિયામાં શેર થતાં જ તરત જ વાયરલ થઈ જાય છે.
રણબીર કપૂર અને Alia Bhatt કરતાં પણ વધારે ચાહકો રાહાને જોવા માટે આતુર રહે છે. પાપારાઝીએ હવે તેના માટે એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં રાહા તેની દાદી સોની રાઝદાન સાથે ફરવા નીકળી હતી.
આ ખાસ ડ્રાઇવ ખૂબ જ ચર્ચામાં રહી છે. વીડિયોમાં રાહા થોડી તાજી હવા માણવા માટે કારની બારીમાંથી માથું બહાર કાઢીને જોઈ રહી છે, જ્યારે સોની રાઝદાન તેને પકડીને રાખે છે. જોતજોતામાં પાપારાઝી તેમની તરફ દોડે છે.
ત્યારે સોની રાઝદાને તરત જ બારી બંધ કરી દીધી. વીડિયોમાં, રાહા સફેદ ટી-શર્ટ અને ખુલ્લા વાળ સાથે ખુબ ક્યૂટ લાગી રહી છે, જ્યારે સોની રાઝદાન ફૂલ પ્રિન્ટેડ પિંક શર્ટમાં દેખાય છે.
View this post on Instagram
રાહા કપૂર સોશિયલ મીડિયાની ક્વીન બની ગઈ છે. બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. તેની માસૂમિયત અને ક્યૂટનેસે બધા લોકોનું દિલ જીતી લીધું છે.
નવેમ્બર 2022માં, આલિયા અને રણબીરે તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. ગયા વર્ષે ક્રિસમસ પર આલિયા અને રણબીરે પહેલી વાર રાહા કપૂરના ચહેરાનું દર્શન કરાવ્યું હતું.
રાહાની આ ઝલક ઈન્ટરનેટ પર તરત જ વાયરલ થઈ ગઈ અને ઘણા દિવસો સુધી ટ્રેન્ડમાં રહી. આલિયા ભટ્ટે પહેલેથી જ કહી દીધું હતું કે તે એક વર્ષની થયા પછી જ તેની દીકરીનો ચહેરો જાહેર કરશે.
વધુ વાંચો: