અમદાવાદ: આ દીકરી જન્મથી દિવ્યાંગ હોવાથી સાતવાર ઓપરેશન થયા તો પણ આ દીકરી હિંમતના હારી અને બે ગોલ્ડ મેડલ જીતીને સાબિત કરી દીધુ કે જીવનમાં કઈ જ અશક્ય નથી.
કહેવાય છેને કે જીવનમાં કઈ કરવું હોય તો અડગ મન જોઈએ અડગ મનના મુસાફરના રસ્તામાં ગણી તકલીફો આવે પણ તે ક્યારેય રોકાતા નથી તે હંમેશને માટે ચાલતા જ રહે છે અને તેવા લોકો જ જીવનમાં સફળ બને છે.
આજે અમે તમને ગુજરાતની એક એવી દીકરી વિષે જણાવીશું કે જેને અથાગ તકલીફો હતી પણ બધી જ તકલીફોને સાઈડમાં મૂકીને કર્યું એવું કામ કે આખા ગુજરાતને તેની પર ગર્વ થાય.
આ દીકરીનું નામ રચના પટેલ છે અને તે જન્મથી દિવ્યાંગ છે. તેની ઉંમર ૩૬ વર્ષ છે પણ તેમની ઊંચાઈ ૩ ફુટ અને ૧૧ ઇંચ જ છે. રચનાને જન્મના સમયથી જ કરોડરજ્જુની તકલીફ હતી. તેની માટે આજ સુધી રચનાના ૭ ઓપરેશન કરવામાં આવી ચુક્યા છે.
ઓપરેશન પછી તે બોલવાનું બંધ થઇ ગયું હતું.પણ રચનાએ કયારેય હાર નહિ માની અને પોતાની મહેનત ચાલુ રાખી. રચના બેડમિન્ટન રમતી હતી અને તેનું સપનું હતું કે તે દેશનું નામ રોશન કરે પહેલા તે પોતાના હાથમાં ૩ મિનિટથી વધારે રેકેટ નહતી પકડી શકતી અને તેમેં ખુબજ તકલીફ થતી હતી.
પણ તેને ક્યારેય પોતાની હિંમત ના હારી, પોતાના હાથ છોલાઈ જતા હોતા તો પણ મહેનત ચાલુ રાખી.આખરે તે દુબઇની પેરા બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ અને ત્યાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી બે ગોલ્ડ મેડલ જીત્યા અને ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ રચનાએ સાબિત કરી દીધુ કે જીવનમાં કઈ જ મુશ્કિલ નથી. માનો ઓ જીવનમાં બધું જ શક્ય છે. પણ ખાલી હિંમતના હારવાની.