ગણેશોત્સવમાં Ambani family એ મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં શું આપ્યું?
Ambani family : અંબાણી પરિવારે પણ ખૂબ જ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરી અને એન્ટિલિયા ખાતે રાજાશાહી ઢબે કરવામાં આવેલી આ ઉજવણી જોઈને જોનારાઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
Ambani family ની દરેક ઉજવણી ખાસ તો હોય જ છે, પણ આ વખતે ખાસ કર્યાનું કારણ હતું નવા મકાનમાં પરણીને આવેલી વહુ રાધિકા મર્ચન્ટ.
આ ધામધૂમ વચ્ચે, અંબાણી પરિવારે મહેમાનોને આપેલી રિટર્ન ગિફ્ટ પણ ચર્ચામાં છે. ચાલો જોઈએ કે અંબાણી પરિવાર દ્વારા આ ખાસ પ્રસંગે શું ખાસ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી.
ગણેશ ચતુર્થીના દિવસે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું સ્વાગત કરી, મહાપૂજાનું આયોજન કર્યું હતું. આ મહાપૂજામાં પરિવારના સભ્યો ઉપરાંત બોલીવુડના અનેક સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સેલેબ્સના ફેશન અને સ્ટાઈલની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
સેલેબ્સના લૂક્સની ચર્ચાઓ વચ્ચે, અંબાણી પરિવારે આયોજિત આ મહાપૂજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહેમાનોને અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવેલી ખાસ ચાંદીની રિટર્ન ગિફ્ટ જોવા મળે છે.
વિડિયોમાં સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન ચાંદીની ટોકરી પકડીને એન્ટિલિયામાંથી બહાર આવતા જોવા મળે છે. આ પ્રસંગે, સારા અલી ખાને રંગબેરંગી ચંદેરી લહેંગો પહેર્યો હતો, સાથે જ પર્પલ કલરનો બ્લાઉઝ અને ગોલ્ડન કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો.
આ જ ઇવેન્ટનો બીજો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પણ આવી જ ચાંદીની બાસ્કેટ હાથમાં પકડીને ઊભેલી જોવા મળે છે. જો કે, આ પહેલીવાર નથી કે અંબાણી પરિવારે પોતાના ફંક્શનમાં આવેલા મહેમાનોને મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ રિટર્ન ગિફ્ટ્સ આપ્યા હોય.
આ રીતે, અંબાણી પરિવારે મહેમાનોને આ ખાસ અવસર પર ચાંદીની ટોકરી ગિફ્ટ આપીને ગણેશોત્સવને વધુ યાદગાર અને ખાસ બનાવી દીધો.