હવે Ambani Family લંડનમાં મચાવશે ધૂમ, 2 મહિના માટે 7-સ્ટાર હોટેલ કરી બુક
Ambani Family : જુલાઈ મહિનામાં અનંત-રાધિકાના ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન, હલ્દી અને મહેંદી સેરેમની અને પછી સંગીત સેરેમની પણ યોજાઈ હતી.
લગ્નની ઉજવણીનો દરેક પ્રસંગ અદ્ભુત હતો. Ambani Family ના લગ્નમાં ફિલ્મી હસ્તીઓથી લઈને રમતગમત, રાજનીતિ અને બિઝનેસ જગતના પ્રખ્યાત મહાનુભાવોએ હાજરી આપી હતી.
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે લંડનમાં પણ ઉજવાશે! એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ લંડનની 7-સ્ટાર હોટેલ સ્ટોક પાર્ક સપ્ટેમ્બર સુધી બુક કરાવી છે, જેથી અહીં લગ્નની વધુ વિધિઓ ઉજવી શકાય.
અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ પ્રખ્યાત સ્ટોક પાર્ક એસ્ટેટની લીઝ 2021માં 5.70 કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 614 કરોડ)માં મેળવી હતી. આ હોટેલમાં અનેક ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ છે.
આ હોટેલમાં જેમ્સ બોન્ડની બે ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. 300 એકરની આ હોટેલને રિનોવેશન માટે બંધ કરી દેવામાં આવી હતી. આ હોટેલ જાહેર જનતા માટે બંધ છે, પરંતુ અંબાણી પરિવારના સભ્યો માટે ખુલ્લી છે.
અહીંની શાનદાર ઉજવણીમાં યુકેના પૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ટોની અને ચેરી બ્લેર ઉપરાંત પ્રિન્સ હેરી પણ આવશે એમ જાણવા મળ્યું છે.
જોકે, યુકેમાં અનંત-રાધિકાની પોસ્ટ વેડિંગ સેરેમનીની ચર્ચા બાદ, યુકેની આ 7-સ્ટાર હોટેલે પણ સ્પષ્ટતા કરી છે કે, સ્ટોક પાર્કમાં અમે સામાન્ય રીતે ખાનગી બાબતો પર ટિપ્પણી કરતા નથી, પરંતુ તાજેતરના મીડિયા અનુમાનના પ્રકાશમાં અને ચોકસાઈના હિતમાં અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ઉનાળામાં એસ્ટેટમાં કોઈ લગ્ન સમારંભો થઈ રહ્યા નથી અને એવી કોઈ યોજના નથી.
જોકે, અંબાણી પરિવારને આ હોટેલને બે મહિના માટે બુક કરવાનું બીજું શું કારણ હશે તે જાણવા નથી મળ્યું. તેથી હાલમાં તો એમ જ માનવામાં આવે છે કે ઇન્ડિયા બાદ હવે અંબાણી પરિવાર લંડનમાં અનંત-રાધિકાના લગ્નની શાનદાર ઉજવણી કરશે.
લંડનના સ્ટોક પાર્કમાં વેડિંગ સેલિબ્રેશન
મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 12 જુલાઈના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રખ્યાત રાજકારણીઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, રમતવીરો, ઇન્ફ્લુએન્સર્સ અને મીડિયા સેલેબ્રિટીસ સહિત હજારો હસ્તીઓએ હાજરી આપી હતી.
આ અગાઉ, માર્ચમાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું, જેનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા હતો. આ સાથે જ, લગ્નમાં લગભગ 5000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો.
હવે સમાચાર આવી રહ્યા છે કે અનંત-રાધિકાનું પોસ્ટ વેડિંગ ફંક્શન લંડનના સ્ટોક પાર્ક હોટલમાં થવાનું છે અને તેની તૈયારીઓ ચાલી રહી છે.
સ્ટોક પાર્ક હોટેલનો 1000 વર્ષથી જૂનો ઇતિહાસ
ફોર્બ્સના જણાવ્યા અનુસાર, સ્ટોક પાર્ક હોટેલ 1000 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે. ક્રીમ કલરમાં બનેલા આ મકાનનો સંબંધ બ્રિટનની મહારાણી એલિઝાબેથ સાથે છે. આ મકાન સૌ પ્રથમ સર એડવર્ડ કોક દ્વારા ખરીદવામાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડના પ્રથમ લોર્ડ ચીફ જસ્ટિસ અને પ્રખ્યાત વકીલ હતા.
ત્યારબાદ, 1760માં આ મકાન એક પ્રતિષ્ઠિત અમેરિકન પરિવાર પેન્સે ખરીદ્યું હતું અને થોમસ પેન 1775માં તેમના મૃત્યુ સુધી આ મકાનમાં રહ્યા હતા. 1988માં બ્રિટિશ રાજપરિવારે તેને ખરીદીને આજના ફોટામાં જે લૂક જોઈ શકાય છે તેવું ધજાવાળું બનાવી દીધું.