Ambani family ની દાળ પર સોનાનો વઘાર? આતો મુકેશ કાકા ને ત્યાં જ શક્ય..
Ambani family : હેડિંગ વાંચીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં કોના વિશે વાત કરવામાં આવી રહી છે, પણ શું તમે જાણો છો કે આ ચોંકાવનારો ખુલાસો કોણે કર્યો છે? ચાલો, તમને આ વિશે વિગતવાર જાણકારી આપીએ.
વિષય જાણે એવો છે કે પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્મા ફરી એક વખત ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની સિઝન-2 સાથે નેટફ્લિક્સ પર ધમાલ મચાવવાનો છે.
આ સિઝનના પહેલા એપિસોડમાં ફિલ્મ “જિગરા”ની ટીમ, જેમાં આલિયા ભટ્ટ, કરણ જોહર, વેદાંગ રૈના અને વાસન બાલા હાજર હતા, તે વખતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો હતો.
કપિલે હાસ્યમય અંદાજમાં જણાવ્યું હતું કે અંબાણી સાહેબના દીકરા અનંતના લગ્નનો સમારોહ અતિશય વૈભવી રીતે યોજાયો હતો અને આ લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્નોમાંથી એક હતા.
એવી માહિતી મળી હતી કે આ લગ્નમાં મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું અને દાળ પર 24 કેરેટ સોનાનો વઘાર કરવામાં આવ્યો હતો.
Ambani family ની દાળ પર સોનાનો વઘાર
કપિલે મજાકમાં ઉમેર્યું કે જેમણે દાળ ખાધી હતી, તે લોકો મૂંઝવણમાં પડી ગયા હતા કે બીજા દિવસે સવારે વોશરૂમ જવું કે સીધા જ્વેલર્સ પાસે જવું! કપિલના આ મજેદાર ટિપ્પણી બાદ સ્ટુડિયોનો સારો ખિલખિલાટ થવા માંડ્યો.
કપિલે વધુમાં હાસ્ય વિલાસ કરતા કહ્યું કે તેમનો લાઇવ મ્યુઝિક બેન્ડ મેમ્બર દિનેશ પણ મિકા પાજી સાથે આ શાહી લગ્નમાં હાજર હતો, અને તેણે ત્યાં 12 વાટકા દાળ પીધી હતી. કપિલે જ્યારે દિનેશને પૂછ્યું કે આટલી દાળ કેમ ખાધી, તો દિનેશે જવાબ આપ્યો કે “મારે સોનાની બંગડીઓ બનાવડાવવાની છે.” આ વાત પર સ્ટુડિયોમાં લોકો ફરી હસવા લાગ્યા.
કપિલે હસતાં હસતાં એક હકીકત ઉમેરી કે સામાન્ય રીતે સામાન્ય લગ્નમાં મહેમાનોને વિલંબ થાય અથવા કોઈ વાનગી પૂરતી ન મળે તો ફરિયાદો થાય છે, પણ અહીં તો લોકો અલગ જ મૂંઝવણમાં હતા! અંતે, અંબાણી પરિવારના આ લગ્નની ચર્ચા માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર દુનિયામાં મીડિયાએ કરી હતી.