Ambani Family માં આવ્યા અસલી હીરા જડેલા ગણપતિ, કિંમત જાણીને મોઢું ખુલ્લું રહી..
Ambani Family : નવવિવાહિત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તાજેતરમાં તેમના વૈભવી ઘર એન્ટિલિયામાં ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું. બંને લગ્ન બાદ તેમની પ્રથમ ગણેશ ચતુર્થી ઉજવી રહ્યા છે.
‘એન્ટીલિયા ચા રાજા’ ની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. Ambani Family ની આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી ફરી એકવાર ધૂમધામથી જોવા મળી.
તેમની સુંદર ગણપતિ મૂર્તિ, જેને ‘એન્ટીલિયા ચા રાજા’ કહેવાય છે, તે સૌના મનોમનને આકર્ષી ગઈ છે. ખાસ વાત એ છે કે આ વખતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બાદ પહેલીવાર એકસાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે. બંનેએ ગણપતિ બાપ્પાનું તેમના મુંબઈના ઘર એન્ટિલિયામાં ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું.
View this post on Instagram
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં ફલોથી શણગારેલી એક ટ્રક ભવ્ય ગણપતિની મૂર્તિ લઈને એન્ટિલિયા પહોંચતી જોવા મળે છે.
મેરીગોલ્ડના તોરણોથી શણગારેલી આ ટ્રકે ‘એન્ટીલિયા ચા રાજા’ના ભવ્ય સ્વાગત માટે સ્ટેજ સેટ કર્યું હતું. પરંપરાગત કેસરી વસ્ત્રોમાં સજ્જ ગણપતિની આ મૂર્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ધીમે ધીમે અંબાણી પરિવાર ના ઘર તરફ જતી ટ્રક એ દર્શકો માટે અદભૂત નજારો બની ગઈ. અનંત અને રાધિકા, જેઓ લગ્ન પછી તેમની પ્રથમ ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે, તેઓએ તેમના પરિવાર સાથે ભગવાન ગણેશનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
View this post on Instagram
આ દરમિયાન, રાધિકા લાલ રંગની સુંદર કુર્તી અને ગોલ્ડ વર્ક શરારા સેટ પહેરીને, ભવ્ય દેખાઈ રહી હતી અને બધા મહેમાનોને હાથ જોડીને અભિવાદન કરતી જોવા મળી હતી.
અનંતે પણ ઓરેન્જ કલરના કુર્તા અને જેકેટ પહેર્યા હતા. બંનેએ સાથે મળીને ‘એન્ટીલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત કરીને સૌના દિલ જીતી લીધા. ગણપતિ બાપ્પાની આ પહેલી ઝલકે દરેકને મોહી નાખ્યા છે, અને આ વીડિયોને ઘણી પ્રશંસા મળી રહી છે. Ambani Family ની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બધા ઉત્સવના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા.
ગણપતિ બાપ્પાની ઝલક જોવા માટે અને એન્ટિલિયામાં તેમનું સ્વાગત કરવા માટે પાપારાઝી અને મુંબઈના લોકોની મોટી ભીડ અંબાણી હાઉસની બહાર જમાઈ હતી.
મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ ગણપતિ બાપ્પાના સ્વાગત માટે હાજર રહ્યા. આટલું જ નહીં, રસ્તાઓ પર ઢોલના ધમાકા ગુંજી રહ્યા હતા, જેનાથી ઉત્સવનો આનંદ બમણો થઈ ગયો હતો. ‘એન્ટીલિયા ચા રાજા’ની પહેલી ઝલક અંબાણી પરિવાર દ્વારા ખૂબ જ ખાસ બનાવી હતી, જેમણે પોતાનું હૃદયથી સ્વાગત કર્યું.
વધુ વાંચો: