81 વર્ષની ઉંમરે Amitabh Bachchan કરશે બીજીવાર લગ્ન, કંકોત્રી થઈ વાયરલ..
Amitabh Bachchan : આમિર ખાને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને તેમના લગ્નનું કાર્ડ ગિફ્ટ કર્યું છે. આ કાર્ડ કૌન બનેગા કરોડપતિની સીઝન 16માં આપવામાં આવ્યું છે.
એપિસોડના પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે Amitabh Bachchan એ આ વિશેષ ભેટ મળી છે, જેને આ ભેટ તરીકે સ્વીકારતાં તેઓ ભાવુક થઈ ગયા હતા.
આ કાર્ડ 1973માં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્ન સમયે છપાયું હતું. 50 વર્ષથી વધુ જૂનુ આ કાર્ડ જોઈને અમિતાભ બચ્ચન ઘણાં ભાવુક થઈ ગયા હતા.
આ કાર્ડમાં અમિતાભ બચ્ચન ના પિતા, હરિવંશરાય બચ્ચન, દ્વારા લખાયેલો એક ખાસ સંદેશ હતો, જેમાં લખાયું હતું કે 3 જૂન, 1973ના રોજ બોમ્બેમાં અમિતાભ અને જયાના લગ્ન થઈ રહ્યા છે અને તેમનું આર્શિવાદ અપાવા આમંત્રણ આપવામાં આવે છે.
આમિર ખાને આ કાર્ડ અમિતાભને તેમની જન્મદિવસની ભેટ તરીકે આપ્યું હતું. કાર્ડમાં દેવ રામ અને દેવી સીતા વિશેનો સંદેશ પણ હતો, જેમાં લખ્યું હતું કે તેમનાં લગ્ન પછી અયોધ્યામાં માત્ર સુખ અને સમૃદ્ધિ જ છે. જ્યારે આ કાર્ડ અમિતાભને મળ્યું, ત્યારે તેમણે અમિરને તેમના “નમ્બર 1 ફેન” હોવાનો પુરાવો આપ્યો.
અમિતાભ બચ્ચનને બોલીવુડ ઈન્ડસ્ટ્રીના અનુભવી અને સૌથી મહેનતુ કલાકારોમાં ગણવામાં આવે છે. તેના સમર્પણ અને સખત મહેનત માટે તેઓને વારંવાર વખાણવામાં આવ્યા છે.
હાલમાં, અમિતાભ બચ્ચન તેમના ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સીઝન માટે ચર્ચામાં છે. તેઓ KBC 16 ના હોસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યાં તેઓ હોટ સીટ પર આવેલા સ્પર્ધકો સાથે મજાક અને વાતચીત કરતા જોવા મળે છે.
તે ઉપરાંત, અમિતાભ બચ્ચન હાલમાં ‘કલ્કી 2898 એડી’માં પણ જોવા મળ્યા હતા, જે ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જેવા અભિનેતાઓ પણ છે.