google-site-verification: googlec8654436f05b508b.html

Anant Ambani એ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું નીતા અંબાણી સાથે છે ખાસ કનેક્શન..

Anant Ambani એ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું નીતા અંબાણી સાથે છે ખાસ કનેક્શન..

Anant Ambani : મા તો મા હૌતી હૈ પછી એ આપણી હોય કે અનંત અંબાણીની મમ્મી નીતા અંબાણી પણ કેમ ના હોય? દરેક માતાને પોતાના સંતાનના લગ્નનો હરખ તો હોવાનો જ.

આવો જ હરખ હાલમાં મુકેશ અંબાણી-Anant Ambani ના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વખતે જોવા મળ્યો. આ બધા વચ્ચે લગ્નના દિવસે અનંત અંબાણીએ ખાસ મમ્મી નીતા અંબાણી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી એક કિંમતી વસ્તુ પહેરી હતી. ચાલો જાણીએ શું છે આ ખાસ વસ્તુ.

આ લગ્નને આલાગ્રાન્ડ બનાવવામાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી નહોતી રાખી, પછી તે વેન્યુ ડેકોરેશનની વાત હોય કે ડિઝાઈનર આઉટફિટ અને જ્વેલરીની વાત હોય.

Anant Ambani
Anant Ambani

દરેકમાં અંબાણી પરિવારે ધ બેસ્ટ જ પસંદ કર્યું હતું. જો તમે ધ્યાનથી જોયું હશે, તો અનંતે લગ્ન વખતે એક ઘરચોળાનો સાફો પહેર્યો હતો અને આ સાફામાં સૌથી ખાસ વાત હતી તેમાં લગાવવામાં આવેલો સરપેચ.

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ખુદ નીતા અંબાણી એ આ સરપેચ ડિઝાઈન કર્યો હતો. જી હા, આ સરપેચ બનાવનાર જ્વેલરી બ્રાન્ડ દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. માત્ર સરપેચ જ નહીં, પરંતુ અંબાણી પરિવારની લેડિઝે પહેરેલી જ્વેલરી પણ આ બ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

Anant Ambani
Anant Ambani

આ જ્વેલરી બ્રાન્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે કે કઈ રીતે નીતા અંબાણી પોતાના પર્સનલ કલેક્શનમાંથી સોલિટેયરનો ઉપયોગ કરીને આ સરપેચને કળાત્મક રીતે ડિઝાઈન કર્યો હતો. આ સરપેચમાં બર્મી રૂબી કલેક્શન સાથે બેગુએટ કટ ડાયમંડનો ઉપયોગ કરીને મોગલોની ભવ્યતા સાથે બોલ્ડ આર્ટ ડેકોનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.

આ સાથે બ્રાન્ડે વધુમાં જણાવ્યું કે અનંતના કુર્તામાં રોઝ કટ ડાયમંડના બટન પણ લગાવવામાં આવ્યા હતા. આ બ્રાન્ડે અંબાણીઝની લેડિઝ માટે પણ ડિઝાઈનર જ્વેલરી ડિઝાઈન કરી હતી.

Anant Ambani
Anant Ambani

જેમાં નીતા અંબાણી 100 કેરેટનો યેલો ડાયમંડ અને 80 કેરેટનો એમરાલ્ડ-કટ-સોલિટેયર ડ્રોપ નેકલેસ પહેરેલા જોવા મળી હતી. આ નેકલેસને નિઝામી ઝુમકા સાથે પેયરઅપ કરવામાં આવ્યું હતું.

નીતા અંબાણીએ દીકરાના લગ્નમાં દરેક ઝીણામાં ઝીણી વસ્તુઓનું બારીકાઈથી ધ્યાન રાખીને એ વાત તો સાબિત કરી આપી હતી કે મા તો મા જ હોય, પછી તે ભલેને કરોડોનો બિઝનેસ કેમ ના સંભાળતી હોય.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *