કોણ છે Ananya Panday નો નવો બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો? રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
Ananya Panday : બોલીવુડની બોલ્ડ અને ક્યુટ અભિનેત્રી અનન્યા પાંડે ઘણીવાર ચર્ચામાં રહે છે, અને હાલમાં તે તેના નવા બોયફ્રેન્ડને લઈને ચર્ચામાં છે.
Ananya Panday ફરીથી પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા, તે આદિત્ય રોય કપૂર સાથેના તેના બ્રેકઅપને કારણે સમાચારમાં હતી, અને હવે તેના નામ સાથે ફરીથી એક નવા સેલિબ્રિટીનું નામ જોડાઈ રહ્યું છે.
અનન્યા પાંડેનો નવો બોયફ્રેન્ડ કોણ છે?
અનન્યાએ પોતે જ તેના નવા સંબંધનો સંકેત આપ્યો છે, જેને જોઈને લોકો માનવા લાગ્યા છે કે તે હવે એક નવો સંબંધ શરૂ કરી રહી છે. આ દિવસોમાં અનન્યા પાંડેનું નામ અમેરિકન મોડલ વોકર બ્લેન્કો સાથે જોડાઈ રહ્યું છે.
‘W’ પેન્ડન્ટને કારણે અટકળો
હાલમાં જ અનન્યા પાંડેને ‘W’ આકષરનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. આ પેન્ડન્ટને કારણે, વોકર બ્લેન્કો સાથે અનન્યાના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
આ વર્ષની શરૂઆતમાં, બંનેને એક હાઈપ્રોફાઈલ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા, અને પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ બંનેને સાથે ડાન્સ કરતા જોઈ શકાયા હતા. ત્યારથી જ બંનેની વધતી મિત્રતા અને સંબંધના સમાચાર પ્રચલિત થયા છે.
સોશિયલ મીડિયા પર થયો હંગામો
અનન્યા પાંડેનો એક ફોટો પણ વાયરલ થયો છે, જેમાં તે તેના ગળામાં ‘W’ પેન્ડન્ટ પહેરેલી જોવા મળે છે. આ તસવીર ક્યારે લીધી છે તે જાણી શકાયું નથી, પરંતુ ફેન્સ આને અનન્યાની લવ લાઈફ સાથે જોડીને જોઈ રહ્યા છે.
વોકર બ્લેન્કોની રિપ્લાય પરથી બબાલ
અનન્યાની ‘Call Me Bae’ વેબ સીરિઝ તાજેતરમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. વોકર બ્લેન્કોએ આ અંગે તેમના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અનન્યાની વેબ સિરીઝનું પોસ્ટર શેર કર્યું હતું.
જે પર અનન્યા પાંડે એ આભાર માનતા તેમને રિપ્લાય આપ્યો હતો. આ સાથે જ બંને વચ્ચેના સંબંધના ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. જોકે, બંનેએ હજી સુધી પોતાના સંબંધની કોઈ પુષ્ટિ કરી નથી.
વોકર બ્લેન્કો વિશે થોડું વધુ
અહેવાલો અનુસાર, વોકર બ્લેન્કો મૂળ શિકાગો, યુએસએના રહેવાસી છે. તે વ્યવસાયે એક મોડલ છે અને ફ્લોરિડામાં ખ્રિસ્તી શાળામાં અભ્યાસ કર્યો છે.
બાદમાં, તેણે મોડલિંગમાં પોતાનું કરિયર બનાવ્યું અને હાલમાં ભારત સાથે કામ કરી રહ્યો છે. તે જામનગરમાં રિલાયન્સ ગ્રુપના વંતારા ઈનિશિએટિવ સાથે જોડાયેલો છે, જે અનંત અંબાણીના ખુબ જ નજીક છે.
અનન્યા પાંડેની આગામી પ્રોજેક્ટ્સ
અનન્યા પાંડેની તાજેતરમાં આવેલી ‘Call Me Bae’ સાથે OTT ડેબ્યૂ કરી છે, જેમાં તે એક અબજોપતિ પરિવારની દીકરી ‘બેલા’નું પાત્ર ભજવે છે. હવે તેની પાસે વિક્રમાદિત્ય મોટવાનીની થ્રિલર ફિલ્મ પણ છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
વધુ વાંચો: