‘કચ્ચા બદામ’ ગર્લ Anjali Arora એ ચોરી છુપી કર્યા લગ્ન, પોતે જ કહ્યું સત્ય
Anjali Arora : અંજલિ અરોરા એક ભારતીય સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી છે. તે TikTok વીડિયો અને રિયાલિટી શો ‘લૉક અપ’ માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેનો જન્મ 3, નવેમ્બર 1999 ના રોજ પંજાબ રાજ્યમાં થયો હતો. Anjali Arora દેખાવમાં ખૂબ જ સુંદર દેખાઈ છે. તે તેના માસૂમ ચહેરાથી લોકોને તેની જાળમાં ફસાવી લે છે.
લોક અપ પછી અંજલિ અરોરાનું સ્ટારડમ ઘણું વધી ગયું. કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ શોમાં અંજલિએ તેના ગેમ પ્લાનથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. લોક અપમાં અંજલિ અરોરાનું નામ મુનાવર ફારુકી સાથે પણ જોડાયું હતું.
અંજલિ અરોરા ‘કચ્ચા બદામ’ ગીત પર ડાન્સ કરીને ચર્ચામાં આવી હતી. તે પછી અંજલિ અરોરાના ઘણા વીડિયો વાયરલ થવા લાગ્યા. આ બધું ‘લોક અપ’ સુધી ચાલતું રહ્યું, ત્યારબાદ અંજલિ અરોરા પોતાની પર્સનલ જિંદગીને લઈને ચર્ચામાં આવી.
Anjali Arora ની સગાઈ થઈ?
હાલમાં જ અંજલિ અરોરાએ એક ફોટો શેર કર્યો છે, જેમાં બંનેએ સગાઈની વીંટી પહેરી છે. આ સાથે અંજલિ અરોરાએ કહ્યું કે તે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. અંજલિ અરોરાની આ પોસ્ટ જોતાની સાથે જ ચાહકો તરફથી અભિનંદનના ઘણા સંદેશા આવવા લાગ્યા. પરંતુ, આ પોસ્ટમાં ટ્વિસ્ટ છે.
Anjali Arora કોને ડેટ કરી રહી છે?
‘કચ્ચા બદામ’ ફેમ ગર્લ અંજલી અરોરાએ આકાશ સાંનવાલ સાથે લગ્ન કર્યા છે. તે એક ડિજિટલ કલાકાર છે. આકાશ બીજેપીનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવે છે. અને આકાશ સાંનવાલ દરરોજ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. આકાશની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. બોલિવૂડ કલાકારોની જેમ લોકો તેને પસંદ કરે છે.
Getting married soon ????❤️ #anjaliarora pic.twitter.com/ozOf5szVn4
— Anjali Arora???????? (@AnjaliArora1050) April 1, 2024
અંજલિએ વીડિયો શેર કર્યો
અંજલિ અરોરા આકાશ સાંસ્વાલને ડેટ કરી રહી છે. આકાશ સાંસવાલે થોડા મહિના પહેલા તેની ગર્લફ્રેન્ડ અંજલિ અરોરાને એક મોંઘી વીંટી આપી હતી. આવી સ્થિતિમાં ચાહકોને લાગ્યું કે અંજિલે તેની સાથે લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ વીડિયો શેર કર્યો અને સ્પષ્ટ કહ્યું કે તે માત્ર એપ્રિલ ફૂલની મજાક છે.
અને પછી અંજલિ અરોરાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું: “તમને મારી મજાક કેવી લાગી?” એપ્રિલ ફૂલ ગાઈજ. વીડિયોમાં અંજલિ અરોરાએ તેના ચાહકોને પૂછ્યું, “તમને મારો જોક કેવો લાગ્યો?” મારું મિશન 1 એપ્રિલે પૂરું થયું.
તમે બધા મૂર્ખ બની ગયા છો. અને આ હા મને માફ કરજો. મને લોકો તરફથી અભિનંદનના સંદેશા મળવા લાગ્યા. તેથી મેં વિચાર્યું કે મારે સત્ય હવે કહેવું જોઈએ. ખરેખર, મેં હજી લગ્નઃ નથી કર્યા, હું હજી નાની બાળક છુ, તેથી હું અત્યારે લગ્ન કરવા માંગતી નથી.
અંજલિ અરોરાએ કહ્યું કે, તેણે તેના ફેન્સ સાથે પ્રેંક કર્યો હતો, જેના કારણે લોકોને પણ તેની વાતોમાં રસ પડ્યો. તેને પ્રશંસા મળવા લાગી. જોકે, તેમનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.
અંજલિના MMS વિડીયો વિશે
તમને જણાવી દઈએ કે, અંજલિ અરોરા છેલ્લા કેટલાક સમયથી એક MMS વીડિયોને લઈને ચર્ચામાં છે. પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ વીડિયોમાં નથી. તેણે કહ્યું કે લોકોએ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર એમએમએસમાં વધુ વ્યુ મેળવવા માટે આવું કરવાનું શરૂ કર્યું છે.