કોણ છે Aryan Khan ની નવી ગર્લફ્રેન્ડ? જેની સાથે શાહરૂખ ખાનના લાડલાએ..
Aryan Khan : 31મી ડિસેમ્બર 2024ને વિદાય આપીને સમગ્ર વિશ્વમાં 2025નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. આ ઉજવણીમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે સ્ટાર કિડ્સ પણ પાછળ રહ્યા નથી.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી સાથે 2025ના નૂતન વર્ષમાં પ્રવેશ કરતા જોવા મળ્યા. બંને મુંબઈમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટીમાં હાજર રહ્યા હતા, જ્યાં અનેક ફેમસ મહેમાનો સામેલ થયા હતા.
આ પાર્ટી દરમિયાન લારિસા બોનેસી પિન્ક મીની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે વ્હાઇટ જેકેટ અને સિલ્વર હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો, સાથે જ એક સુંદર નેકપીસ અને ઓપન હેર સ્ટાઇલમાં તે ગ્લેમરસ લાગી રહી હતી.
View this post on Instagram
બીજી તરફ, Aryan Khan કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો. તેણે સફેદ ટી-શર્ટ સાથે બ્લેક પેન્ટ અને નેવી બ્લુ જેકેટમાં સ્ટાઇલિશ લુક અપનાવ્યો હતો અને સિલ્વર સ્નીકર્સ સાથે તેની સ્ટાઇલ સંપૂર્ણ કરી હતી.
લારિસા બોનેસી કોણ છે?
લારિસા બોનેસી એક મૉડલ અને ડાન્સર છે. તેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ “દેસી બોયઝ”ના ગીત ‘સુબહ હોને ના દે’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.
લારિસાએ ગુરુ રંધાવાના મ્યુઝિક વીડિયો “સૂરમા-સૂરમા” ઉપરાંત સ્ટેબિન બેન અને વિશાલ મિશ્રા સાથે પણ મ્યુઝિક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મો “નેક્સ્ટ એન્ગરી” અને “થિક્કા”માં પણ તેણે કામ કર્યું છે. બોલિવૂડમાં, લારિસા સૈફ અલી ખાન સાથે “ગો ગોવા ગોન” જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
View this post on Instagram
આર્યન અને લારિસાના સંબંધો પર ચર્ચા
ગયા વર્ષથી આર્યન ખાન અને લારિસા બોનેસીના ડેટિંગના અહેવાલો ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક રેડિટ યુઝરે ધ્યાન દોર્યું હતું કે આર્યન ઇન્સ્ટાગ્રામ પર લારિસા અને તેના પરિવારને ફોલો કરે છે. આ વાત વાયરલ થવાના કારણે તેમની વચ્ચેના સંબંધો પર અનેક અફવા પેદા થઈ.
આર્યનના પ્રોજેક્ટ્સ
આર્યન ખાન હાલમાં પોતાની નવી વેબ સીરિઝના ડિરેક્શન પર કામ કરી રહ્યો છે, જે 2025માં રિલીઝ થવાની છે.