9 લોકોના જીવ લેનાર ‘તથ્ય પટેલ’ના પિતા પ્રજ્ઞેશ પટેલની AUDIO ક્લિપ થઇ વાયરલ, ‘ગાડી તો ઠોકાય હવે, બહુ ટેન્શન નહીં લેવાનું’, સાંભળો AUDIO ક્લિપ…
બેફામ નબીરા તથ્ય પટેલના પિતાએ કહ્યું, ‘આજીવન કંઇ જ નહીં થાય, god bless બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય જ ને, 19-20 વર્ષના છોકરાઓ છે, કોઇક દિવસ થઇ જાય હવે…
અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયોમાં અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલનો બેફામ વાણી વિલાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે, દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું છે. જોકે અમે આ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત બુધવારે બેફામ નબીરા તથ્ય પટેલે રફ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના મોત થાય હતા. જોકે હવે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિગતો મુજબ આ ક્લિપમાં 9 લોકોનાં જીવ લેનાર દિકરાને પ્રજ્ઞેશ પટેલ છાવરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઓડિયો ક્લિપમાં તે કહે છે કે, 20 વર્ષના છોકરાથી અકસ્માત થાય. જોકે આ ઓડિયો ક્લિપની VTV ન્યૂઝ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
બેફામ નબીરા તથ્યના પિતાએ શું કહ્યું ઓડિયો ક્લિપમાં
ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા ઓડિયો ક્લિપમાં કહી રહ્યા છે કે, ‘આજીવન કંઇ જ નહીં થાય, god bless બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય જ ને, 19-20 વર્ષના છોકરાઓ છે, કોઇક દિવસ થઇ જાય હવે, એમાં બહુ ટેન્શન નહીં કરવાનું, હવે એને માપમાં રાખવાના એ મારી રીતે હું રાખી દઇશ’