google-site-verification: googlec8654436f05b508b.html

Babita ji : જેઠાલાલની ખુશી સાતમા આસમાને, ખોટી નીકળી બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરો..

Babita ji : જેઠાલાલની ખુશી સાતમા આસમાને, ખોટી નીકળી બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરો..

Babita ji : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરોથી સોશિયલ મીડિયા આજે છલકાઈ ગયું છે. આ ખબરો આવતા જ દરેક તેમને શુભેચ્છા પાઠવવા લાગ્યા પણ સાથે સાથે એ વાત પર વિશ્વાસ કરવો પણ અઘરો થઈ રહ્યો હતો. આ તમામ ખબરો પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. આ સાથે જ આ ખબરો પાછળનું સત્ય પણ જણાવ્યું છે.

ખોટી છે ખબર

મુનમુન દત્તા અને જેઠાલાલના પુત્ર ટપ્પુના સગાઈના સમાચાર આવતા જ ફેન્સ આજે ચોંકી ગયા હતા. આ ખબરો બાદ દરેક જણ આ બંને સેલેબ્સના રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા. આ ખળભળાટ મચાવનારી ખબર પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. તેમણે આ ખબરને ખોટી ગણાવી છે.

Babita ji અને ટપુમાં ઉંમરનું અંતર

આ ખબર એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે બબીતાજી અને ટપ્પુ વચ્ચે 9 વર્ષનું અંતર છે. બબીતાજી 36 વર્ષની તો ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલો રાજ અનડકટ માત્ર 27 વર્ષનો છે. એટલે કે ઉંમરમાં 9 વર્ષનું અંતર છે.
બંને હાલ શોનો ભાગ નથી.

Babita ji
Babita ji

ખાસ વાત એ છે કે મુનમુન અને રાજ હવે શોનો હિસ્સો નથી. બંનેએ ઘણા સમય પહેલા જ શો છોડી દીધો હતો. જ્યારથી આ બંનેએ શો છોડ્યો છે ત્યારથી આ બંનેના અફેરની ખબરોને બળ મળ્યું હતું. એટલે સુધી કે થોડા સમય પહેલા બંને સાથે વિદેશ ફરવા પણ ગયા હતા. તે સમયે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. ત્યારથી લોકો બંને વચ્ચે અફેરની અટકળો કરી રહ્યા હતા.

તારક મહેતાની બબીતાજી તરીકે જાણીતી મૂનમૂન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ ઉનડકટની સગાઇની વાત જોરશોરમાં ચાલી રહી છે અને અમુક વખતથી બંને ટૂંક સમયમાં સગાઇ કરી લેવાના હોવાના અહેવાલો પણ અનેક જગ્યાએ વહેતા થયા હતા. જોકે, આખરે મૂનમૂન દત્તા આ તમામ ચર્ચા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.

રાજ અને મૂનમૂને ચૂપચાપ સગાઇ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાયા હતા. તેમના ચાહકોને પણ આ સમાચારથી આંચકો લાગ્યો હતો અને પ્રશ્ર્ન થયો હતો કે બંનેએ ગુપચુપ શા માટે સગાઇ કરી લીધી. જોકે, આ અહેવાલોને રદિયો આપીને મૂનમૂન દત્તાએ આખરે આ ચર્ચા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

Babita ji
Babita ji

મૂનમૂન દત્તાએ રાજ સાથે તેની સગાઇ થઇ હોવાની વાત સાવ ખોટી હોવાનું જણાવ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં મૂનમૂને આ વાતને ફગાવી હતી અને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તે આ બાબતે કોઇ વાત નથી કરવા માગતી અને આ વાતને વધુ મહત્ત્વ પણ આપવા માગતી નથી.

મૂનમૂને કહ્યું હતું કે આ વાત સાવ વાહિયાત છે અને તેમાં એક ટકા પણ સત્યતા નથી. હું આવી ફેક ખબર ઉપર પોતાની એનર્જી વેડફવા નથી માગતી. રાજે પણ આ બાબતે વાત કરતા કહ્યું હતું કે આ વાત સાવ ખોટી છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર જે વાંચી રહ્યા છે તે જરા પણ ખરી નથી.

Babita ji
Babita ji

વડોદરામાં સમાચાર પ્રકાર મુજબ, જેઠાલાલના પુત્ર ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવી ચૂકેલા રાજ અનડકટ અને મુનમુન દત્તાએ પોતપોતાનાં પરિવારજનોની હાજરીમાં એકબીજા સાથે વીંટીઓની આપલે કરીને સગાઈ કરી લીધી છે. આવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેની સગાઈની આ સેરિમની વડોદરામાં થોડા દિવસો પહેલાં યોજાઇ ચૂકી છે. યાને કે જો આ રિપોર્ટ્સ સાચા હોય તો બંને ઓલરેડી સગાઈના બંધનમાં બંધાઇ ચૂક્યાં છે.

મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારને સંબંધો મંજૂર છે?

મીડિયા અહેવાલોમાં આ દાવો આવ્યો હતો કે મુનમુન અને રાજના પરિવારજનો તેમના સંબંધોને સ્વીકારી લીધા છે અને તેમની હાજરીમાં બંને એકબીજા સાથે વધાર્યા છે.

Babita ji
Babita ji

રાજ અને મુનમુનની ડેટિંગની અફવા ઊડી હતી

મુનમુન દત્તા અને રાજ અનડકટ કથિત રીતે ડેટિંગ કરી રહ્યા હોવાની સમાચાર સપ્ટેમ્બર 2021માં પ્રથમવાર પ્રકાશિત થયા હતા. જો કે, મુનમુને આ અફેરને ફગાવી દીધો હતો અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સખત ઇનકાર કર્યો હતો.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *