પિતરાઇ ભાઇ 430 KM બાઇક પર આવ્યા અને તેની બેનની ચિતા પર સુઈ ગયો અને મૃત્યુ પામ્યા…
મધ્યપ્રદેશ ના સાગર નજીકના મઝગુવાન ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. તે તેની બહેન ના મૃત્યુથી પરેશાન હતો તેની સામે નમીને તે જ ચિતા પર સૂઈને પોતાનો જીવ ગુમાવ્યો. પિતરાઈ બહેનના મૃત્યુ બાદ ભાઈએ કરી આત્મહત્યા. કૂવામાં પડી જતાં તેની બહેનનું મોત થયું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે તેને તેની બેન ના મૃત્યુના સમાચાર મળતા જ તે 430 કિમી દૂર ધારથી સીધો જ સ્મશાન પર પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા બાદ તેની બેન ની સળગતી ચિતાને નમન કાર્ય ને તેના પાર સુઈ ગયો. આગ માં દાઝી ગયો હટાવ થી પરિવારજનો હોસ્પિટલ લઇ જતા હાટ રસ્તા માં તેનું મોટ થયું.
બહેન ગુમ હતી
આપઘાત કરનાર યુવકની બહેન જ્યોતિ ઉર્ફે પ્રીતિ વાડીએ ગઈ હતી, પરંતુ ઘણો સમય વીતી જવા છતાં પરત આવ્યો ન હતો. ઘટના અંગે માહિતી આપતાં પરિજનોએ જણાવ્યું હતું કે ખેતરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. જ્યોતિ સાંજે શાકભાજી લેવા જતી. લાંબા સમય સુધી તે પરત ન આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. બીજે દિવસે જ્યોતિની શોધમાં ખેતરમાં બનાવેલા કૂવાનું પાણી ખાલી થઈ ગયું. જે બાદ જ્યોતિના કપડા દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.