google-site-verification: googlec8654436f05b508b.html

Bipasha Basu ની ઢીંગલીની 3 મહિનાની ઉંમરે થઈ હાર્ટ સર્જરી, હૃદયમાં બે કાણાં..

Bipasha Basu ની ઢીંગલીની 3 મહિનાની ઉંમરે થઈ હાર્ટ સર્જરી, હૃદયમાં બે કાણાં..

Bipasha Basu : બોલીવુડના પાવર કપલ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ઘરમાં નવેમ્બર 2022માં દીકરીનો જન્મ થયો હતો. બિપાશા અને કરણે તેમના નાની શી પુત્રીનું નામ દેવી રાખ્યું છે.

તાજેતરમાં બિપાશાએ દેવીના જન્મને લઈને એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઇન્ટરવ્યૂમાં, બિપાશા નેહા ધૂપિયા સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં વાત કરી રહી હતી.

આ દરમિયાન તેણે ઈમોશનલ થઈને જણાવ્યું કે, દેવીનો જન્મ હૃદયમાં બે કાણા સાથે થયો હતો. દેવીને ત્રણ મહિનાની ઉંમરે ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી હતી.

બિપાશાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે દેવી માત્ર ત્રણ દિવસની હતી, ત્યારે ડોક્ટરોએ તેમને જાણ કરી કે દેવીના હૃદયમાં બે કાણા છે. ડોક્ટરે એવું પણ જણાવ્યું કે, દેવી મોટી થાય છે, તેમ તેનું સ્કેનિંગ કરવું પડશે. ચેકઅપ પછી ખબર પડશે કે હૃદયના કાણા પોતે ઠીક થશે કે નહીં.

Bipasha Basu
Bipasha Basu

બિપાશા અને કરણ દર મહિને દેવીનું સ્કેનિંગ કરાવતા, પણ ડોક્ટરોના મત મુજબ, કાણા એટલા મોટા હતા કે તેનો જાતે ઠીક થવાનો શક્યતા ઓછી હતી. ડોક્ટરે પહેલી જ જણાવી દીધું હતું કે, દેવી ત્રણ મહિનાની થાય ત્યારે તેની સર્જરી કરાવવી પડશે.

“કોઈ પણ માતા સાથે આવું ન થાય,” બિપાશા બાસુએ નેહા ધૂપિયા સાથે તાજેતરના ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.

Bipasha Basu ની ઢીંગલીની હાર્ટ સર્જરી

બિપાશાએ જણાવ્યું કે, તેમની પુત્રી દેવીના હૃદયમાં બે કાણા હતા અને જયારે દેવી માત્ર ત્રણ મહિનાની હતી, ત્યારે તેને ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. બિપાશાએ કહ્યુ, “અમારી સફર સામાન્ય માતા-પિતા કરતા ઘણી અલગ રહી છે. અત્યારે મારા ચહેરા પર જે સ્મિત છે, તેનાં પીછળે ઘણું દુ:ખ છે. હું ઈચ્છું છું કે કોઈ પણ માતા સાથે આવું ન થાય.”

Bipasha Basu
Bipasha Basu

પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. બિપાશાએ કહ્યું કે, દેવીના જન્મના ત્રીજા દિવસે તેમને ખબર પડી કે તેમના બાળકના હૃદયમાં એક નહીં, પરંતુ બે કાણા છે.

આ તેમની અને તેમના પરિવાર માટે ગમગીની ભર્યા સમાચાર હતા. બિપાશાએ વધુમાં ઉમેર્યું કે, તે આ વાતને જાહેરમાં શેર કરવા માંગતી નહોતી, પણ તે આમ કરવાનું ટાળી શકી નહીં. ઘણા માતા-પિતા છે જેમણે તેમને આ સમયમાં મદદ કરી.

બિપાશા બાસુ એ જણાવ્યું કે, દેવીની સર્જરી છ કલાક સુધી ચાલી હતી. બિપાશા પ્રમાણે, તે VSD (વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ) શું છે તે સંપૂર્ણ રીતે સમજી શકતી નહોતી. આ એક ખૂબ જ મુશ્કેલ તબક્કો હતો.

Bipasha Basu
Bipasha Basu

તે તેમના પરિવાર સાથે આ અંગે વધુ ચર્ચા કરી ન શકી, કારણ કે તેઓ દીકરીના જન્મની ખુશી મનાવવાની સાથે દુ:ખી પણ હતા. ડોક્ટરો દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે કાણું ખુબ મોટું છે અને તે શંકાસ્પદ છે, જેના કારણે સર્જરી કરાવવી અનિવાર્ય હતી.

બિપાશાએ કહ્યું કે, કરણ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર નહોતા. છ કલાક સુધી ચાલેલી ઓપરેશન બાદ, જ્યારે તે સફળ થયું, તો બિપાશા અને કરણને ઘણો ચેન મળ્યો. હવે દેવી સંપૂર્ણપણે સ્વસ્થ છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *