‘અનુપમા’ને મળશે અત્યાર સુધીનો સૌથી મોટો દગો, જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Anupamaa 5 major Upcoming twists: અનુપમા જેને ખુબ સારો અને વિશ્વાસુ પતિ સમજી રહી છે તે અનુજના અત્યંત ચોંકાવનારા સત્યનો ખુલાસો થતા જ પગ નીચેથી જમીન સરકી જશે.
Anupamaa 5 major Upcoming twists: નંબર વન પર બિરાજમાન અનુપમા શો નાના મોટા દરેકનો મનગમતો શો છે. પણ આવનારા એપિસોડમાં એવો હચમચાવી નાખે તેવો ખુલાસો થવાનો છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અનુપમાને તેના જીવનનો સૌથી મોટો દગો મળવાનો છે. જે તેને કદાચ વનરાજ તરફથી પણ નહીં મળ્યો હોય. અનુજનું સત્ય જાહેર થતા જ અનુપમા પર દુખનો પહાડ તૂટી પડવાનો છે.
અનુજના ચોંકાવનારા સત્યનો થશે ખુલાસો: અત્યાર સુધી તમે જોયું કે અનુપમા સિરિયલમાં અનુજ અને અનુપમાના લગ્ન થઈ જાય છે અને બંને અનુ નામની બાળકીને દત્તક લેવાનું વિચારી રહ્યા છે. પણ અહીં હવે અનુપમાને અનુજના જીવનની ડાર્ક સાઈડ ખબર પડશે. જે જાણીને તેના પગ તળેથી જમીન સરકી જશે. અનુપમાને ખબર પડી જશે કે અનુજ તેને પ્રેમના નામે દગો કરી રહ્યો છે. વનરાજ બાદ અનુજ પણ અનુપમાની લાગણીઓ સાથે રમત રમી રહ્યો છે.
પરણિત છે અનુજ!
જે મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાનો છે તે છે અનુજ પરણિત છે. અનુજે પોતાના પહેલા લગ્નની વાત અનુપમાથી છૂપાવી છે. આ વાત છૂપાવવા પાછળ પણ અનુજનો એક ખાસ હેતુ છે. અનુજે પુત્રી અનુની કસ્ટડી લેવા માટે અનુપમા સાથે લગ્ન કર્યા છે. અનુજ છેલ્લે સુધી આ વાત અનુપમાથી છૂપાવશે.
અનુજની પુત્રી છે અનુ
બહુ જલદી ખબર પડી જશે કે પ્લાનિંગ હેઠળ અનુજ અને અનુપમાની પહેલી મુલાકાત થઈ હતી. જેથી કરીને અનુને તે પોતાની સાથે રાખી શકે. અનુજ તેની પુત્રીને મેળવવા માટે તમામ હદો પાર કરી નાખશે. સિરિયલમાં ખુલાસો થશે કે અનુ અનુજની પુત્રી છે. તેની પત્નીથી અલગ થયા બાદ અનુજ તેની પુત્રીને મેળવી શક્યો નહીં.
અનુજ આપશે સૌથી મોટો દગો અનુપમાને ખબર પડી જશે કે અનુ અનુજની પુત્રી છે. આ વાત જાણ્યા પછી અનુપમાના જાણે હોશ ઉડી જશે. આ બધામાં અનુજની પહેલી પત્નીની પણ એન્ટ્રી થઈ જશે. અનુજની એક્સ વાઈફ અનુપમા માટે નવી મુસીબત ઊભી કરશે.
પિતરાઈના પરિવારને જરાય ભાવ નહીં આપે. આ બાજુ લગ્ન બાદ જે વળાંક આવી રહ્યો છે તે મુજબ અનુજના પિતરાઈ ભાઈ ભાભીની પણ એન્ટ્રી થઈ છે. પણ અનુજ તેમને ભાવ આપશે નહીં. સિરિયલમાં આ પાત્રોની એન્ટ્રી પણ મોટો વળાંક લાવી છે. હવે જોવાનું એ રહેશે કે અનુજના આટલા બધા શેડ દર્શકો કેવી રીતે પચાવી શકશે.