શાહરૂખ ખાન અને કેટરીના કૈફ કોરોના સંક્રમિત, કરણ જોહરની પાર્ટી થયા હતા સામેલ
શાહરૂખ ખાન અને કેટરીના કૈફને લઇન મોટા સમાચાર સામે આવ્યા છે. આ બંને સ્ટાર કોવિડ સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ થોડા દિવસ પહેલાં કરણ જોહરના 50મા બર્થડે સેલિબ્રેશની પાર્ટીમાં ગયા હતા.
Shahrukh Katrina Covid Postive: શાહરૂખ ખાન અને કેટરીના કૈફને લઇન મોટા સમાચાર સામે આવ્યા છે. આ બંને સ્ટાર કોવિડ સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ થોડા દિવસ પહેલાં કરણ જોહરના 50મા બર્થડે સેલિબ્રેશની પાર્ટીમાં ગયા હતા. ત્યારબાદ બંને સ્ટાર કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે.
કરણ જોહરની પાર્ટીમાં કોરોના વિસ્ફોટ
બોલીવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર કરણ જોહરને આ ગ્રાંડ પાર્ટીમાં મહેમાન બનીને આવેલા 50 થી 55 લોકોને કોરોના સંક્રમણ થયું છે. હવે આ પાર્ટીમાં સામેલ થયેલા શાહરૂખ ખાન, કેટરીના કૈફ, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર કોરોના સંક્રમિત થયા. એવામાં થઇ સહ્કે છે કે ઘણા બીજા સેલિબ્રિટીઝ પોઝિટિવ હોવાના સમાચાર જાણવા મળ્યા છે.
ખાસ વાત એ છે કે કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ એટલે કે 4 જૂનના રોજ કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ત્યારબાદ હવે કેટરીના કૈફ અને કિંગ ખાન કોરોના સંક્રમિત થવું ફેન્સ માટે ખૂબ શોકિંગ છે.
ગત વર્ષે પણ કરણ જોહરે આવી જ પાર્ટી રાખી હતી. જેમાં ઘણા સ્ટાર્સને કોરોના થયો હતો. તો બીજી તરફ ફરી એકવાર કરણ જોહરની આ પાર્ટીમાં કોરોના વિસ્ફોટે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે.