જમીનદોસ્ત થઇ અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ, 300 કરોડમાં બનેલી ફિલ્મમાં ‘ખાવાના નીકળે તોય સારું’ જેવી હાલત
અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ તેની રિલીઝના આઠ દિવસમાં બોક્સ ઓફિસ પર જમીનદોસ્ત થઇ ગઈ છે. 300 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 55 કરોડ રૂપિયાનું જ કલેક્શન કર્યું છે. તેની આઠમા દિવસની કમાણી પણ જાહેર કરવામાં આવી છે. એવું બન્યું છે કે સમ્રાટ પૃથ્વીરાજે તેના બીજા શુક્રવારે બોક્સ ઓફિસ પર જોરદાર ઘટાડો નોંધાયો છે.
3 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે તેના બીજા શુક્રવારે એટલે કે 10 જૂને કમાણીમાં લગભગ 81 ટકાનો ઘટાડો કર્યો હતો. સમ્રાટ પૃથ્વીરાજે આઠમા દિવસે 1.85 થી 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું કલેક્શન માત્ર 57 કરોડ રૂપિયા જ થઈ શક્યું છે. થિયેટરોમાં ફિલ્મની હિન્દી પબ્લિક ઓક્યુપન્સી શુક્રવારે 11.72 ટકા રહી હતી.
ભારતના પરાક્રમી યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જીવન કથા પર આધારિત સમ્રાટ પૃથ્વીરાજ શરૂઆતથી જ થોડી-થોડી કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 10.70 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું ફર્સ્ટ વીકેન્ડ કલેક્શન પણ સારું રહ્યું ન હતું. આઠ દિવસમાં, માત્ર રવિવાર એટલે કે, 5 જૂને ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો. આ દિવસે, સમ્રાટ પૃથ્વીરાજ દ્વારા 16 કરોડનું કલેક્શન થયું હતું. ત્યારથી ફિલ્મ માટે પૈસા કમાવવા એક મોટો પડકાર બની ગયો છે.