google-site-verification: googlec8654436f05b508b.html

એક ફિલ્મ ડિરેક્ટર સાથે મળીને શાહરૂખે કેમ કલાકો સુધી અર્જુન રામપાલને બાથરૂમમાં પુરી રાખ્યો હતો? જાણો કિસ્સો

એક ફિલ્મ ડિરેક્ટર સાથે મળીને શાહરૂખે કેમ કલાકો સુધી અર્જુન રામપાલને બાથરૂમમાં પુરી રાખ્યો હતો? જાણો કિસ્સો

લગભગ 15 વર્ષ પહેલા આવેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ઓમ શાંતિ ઓમ તો આપને સારી રીતે યાદ હશે. આ ફિલ્મથી બૉલીવુડની મસ્તાનીએ ડેબ્યૂ કર્યું હતું. લોકોને દીપિકા ખુબ પસંદ પણ આવી હતી. આ ફિલ્મમાં પહેલી વખત શાહરૂખ ખાને શર્ટ ઉતાર્યો હતો. અને સાથે જ સિક્સ પેક એબ્સ પણ બનાવ્યા હતા. આ ફિલ્મની ડિરેક્ટર હતી ફરાહ ખાન. ફિલ્મના સોંગ્સ, ડાયલોગને આજે પણ લોકો ખુબ પસંદ કરે છે. જોકે આ કહાની છે અર્જુન રામપાલના કાસ્ટિંગને લઈને. તે કેવી રીતે થઈ હતી. તે સાંભળીને આપ પણ ચોંકી ઉઠશો.

Farah Khan On Arjun Rampal Casting In Om Shanti Om: લગભગ 15 વર્ષ પહેલા આવેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ઓમ શાંતિ ઓમ તો આપને સારી રીતે યાદ હશે. આ ફિલ્મથી બૉલીવુડની મસ્તાનીએ ડેબ્યૂ કર્યું હતું. લોકોને દીપિકા ખુબ પસંદ પણ આવી હતી. આ ફિલ્મમાં પહેલી વખત શાહરૂખ ખાને શર્ટ ઉતાર્યો હતો. અને સાથે જ સિક્સ પેક એબ્સ પણ બનાવ્યા હતા. આ ફિલ્મની ડિરેક્ટર હતી ફરાહ ખાન. ફિલ્મના સોંગ્સ, ડાયલોગને આજે પણ લોકો ખુબ પસંદ કરે છે. જોકે આ કહાની છે અર્જુન રામપાલના કાસ્ટિંગને લઈને. તે કેવી રીતે થઈ હતી. તે સાંભળીને આપ પણ ચોંકી ઉઠશો.

સોશિયલ મીડિયા પર ફરાહ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તે જણાવી રહી છે કે તેઓએ અર્જુન રામપાલને કેવી રીતે વિલેન તરીકે પસંદ કર્યો. ફરાહે જણાવ્યુ કે આ પાત્ર માટે એક સ્ટાર જોઈતો હતો પરંતુ બધા જ સ્ટાર્સે ના પાડી હતી. અને અમારી પાસે માત્ર એક અઠવાડિયાનો સમય હતો. ત્યારે જ અમારી નજર પાર્ટીમાં અર્જુન રામપાલ પર પડી. અને અમે તે જ વખતે નક્કી કર્યું કે અર્જુન જ ફિલ્મમાં વિલેન હશે.

ફરાહે જણાવ્યું કે તેઓએ અને શાહરૂખે કલાકો સુધી કિંગ ખાનના બાથરૂમમાં અર્જુનને પુરી દીધો હતો. અને બાથરૂમમાં બંધ કરીને તેમણે અર્જુન રામપાલને ફિલ્મની સ્ટોરી સંભળાવી હતી અને પછી તે માન્યા હતા. પરંતુ ઘરે પહોંચતા જ અર્જુને ના પાડી દિધી હતી. કારણ કે તે તેવા પાત્રને ફિલ્મમાં જોવા નહોતા માગતા જે એક યુવતીને સળગાવી રહ્યો છે અને હેરાન કરે છે. જોકે, બાદમાં સમજાવટ અને પતાવટ કરીને આખરે અર્જુનને જ આ ફિલ્મમાં વિલનનો રોલ આપવામાં આવ્યો અને તે માની પણ ગયો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *