google-site-verification: googlec8654436f05b508b.html

ધોરીમાર્ગ પર કારે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર ત્રણ યુવકો રોડ પર ફંગોળાયા, એકનું મોત

ધોરીમાર્ગ પર કારે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર ત્રણ યુવકો રોડ પર ફંગોળાયા, એકનું મોત

આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયું. ધોરીમાર્ગ પર બાઈક પર આવી રહેલા ત્રણ યુવાનોને સામેથી આવતી ક્રેટા કારે ટક્કર મારી હતી. જેથી મોટું અકસ્માત સર્જાયું હતું જેમાં એક યુવાને તેનો જીવ ગુમાવ્યો, જયારે 2 યુવાનો ને ગંભીર ઇજા થઇ છે. 180 નો મારફત નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા.

એક યુવકનું સારવાર દરમિયાન મોત
આ અકસ્માતમાં સુરેન્દ્રસિંહ ખડુંભા સોઢાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઈજાઓ ધરાવતા સમ ઉંમરના હિમ્મતસિંહ દાદુભા સોઢા અને હરદીપસિંહ ડુંગરસિંહ સોઢા નામના બન્ને યુવકોને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અકસ્માતમાં યુવકોને ગંભીર ઈજા પહોંચી
આ બનાવ આજે સવારે નલિયા કોઠારા ધોરીમાર્ગ પર બન્યો હતો. જેમાં નજીકના પૈયા ગામથી નલિયા તરફ એક બાઈક ઉપર આવી રહેલા ત્રણેય યુવકોને સામેથી આવતી કારે હડફેટે લેતા યુવકો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે કારનાં આગળના ભાગે નુકસાન થયેલું જોવા મળ્યું હતું.

આ અકસ્માતમાં ટક્કર કેટલી જોરદાર થઈ હશે તે આ કારની બાઈકની હાલત જોઈને અંદાજો લગાવી શકાય છે. અલબત્ત ઘાયલ યુવકોને આસપાસના લોકોએ અમ્બ્યુલન્સ મારફતે નલિયા ખાતે ખસેડયા હતા. તેમાં એક નવ યુવકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સાથેના અન્ય બે યુવકોને ભુજ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું નલિયાના રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *