સોનુ સુદે એક ગરીબ ઘરની દીકરીનું સુરતની હોસ્પિટલમાં લાખો રૂપિયાનું ઓપરેશન મફતમાં કરાવીને દીકરીને નવુ જીવનદાન આપ્યું…
આપણે જાણીયે છીએ કે દરેક મારા પિતા તેના બાળકને જન્મ આપીને ખુબજ સારીરીતે તેનું પાલન પોસણ કરે છે. આજે અપને એક એવી દીકરી નીવાત કરવાના છીએ જે ચાર હાથ અને ચાર પગ સાથે જન્મી છે.તેના ઓપરેશન માટે લખો રૂપિયાઓ ખર્ચો હતો, માતા પિતા એ ખર્ચો ઉતાવમાટે સક્સમ નહોતા. ત્યારે એક બોલિવૂડ સ્ટાર આગળ આવ્યો અને તે દીકરી ના ઓપરેશન નો ખરચો ઉપાડ્યો. આ સ્ટાર નું નામે સોનુ સુદ છે.
ચાર હાથ અને ચાર પગ ના કારણે તે બાળકીનું જીવન નર્ક બની ગયું હતું ત્યારે તેની મદદ કરવા સોનુ સુદ અને સુરતની કિરણ હોસ્પિટલના ડોકટરોએ બાળકીને નવું જીવન આપ્યું.તે બાળકીની એવી સર્જરી કરી છે જે વિશ્વની સૌથી જટિલ સર્જરી ગણવામાં આવે છે.
આ સર્જરી માટે ખાસ કરીને કોઈ તૈયાર પણ થતું નથી.સુરતમાં જે બાળકીની ઓપરેશન થયું છે તે બાળકીનો પરિવાર મૂળ બિહારનો છે.પરિવાર ગરીબ હોવાથી આ દીકરીની સારવાર કરાવી શકતો ન હતો સાથે દુર્લભ બીમારી હોવાથી ડોક્ટર સારવાર કરવા માટે પણ તૈયાર ન હતા.
આ બાળકીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સોનુ સુદ બાળકીની મદદે આવ્યા હતા પરંતુ બિહાર અને અન્ય રાજ્યોની હોસ્પિટલ બાળકીની મદદે આવી ન હતી ત્યારે સુરતની કિરણ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
અને બાળકીને સુરત લાવીને તેની સફળ સર્જરી કરીને તેને નવજીવન આપવામાં આવ્યું હતું.આ સર્જરીનો તમામ ખર્ચ અભિનેતા સોનુંસુદના ફાઉન્ડેશનએ ઉઠાવાની વાત કરી ત્યારે કિરણ હોસ્પિટલએ પણ એકપણ રૂપિયો લેવાની ના પાડી હતી અને માનવતાના ધોરણે એકપણ પૈસો લીધા વગર સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સફળ ઓપરેશન બદલ સોનુંસુદએ કિરણ હોસ્પિટલના ડોક્ટરનો આભાર માન્યો હતો.