google-site-verification: googlec8654436f05b508b.html

ગોંડલ: ૧૦ વર્ષથી પ્રવિણાબેન કીડીઓને કીડિયારું પૂરીને સેવાનું કામ કરી રહ્યા છે અને લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ગોંડલ: ૧૦ વર્ષથી પ્રવિણાબેન કીડીઓને કીડિયારું પૂરીને સેવાનું કામ કરી રહ્યા છે અને લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

આપણે આપણી આસપાસ ઘણા એવા લોકો જોયા હશે જેમના જીવન નો ઉપસેદય માત્ર લોકો ની સેવા નો જ હોઈ છે. આજે આપણે પણ એક એવા જ વ્યક્તિ ની વાત કરવા ની છે. આ મહિલા નું નામ પ્રવિણાબેન છે જે ગોંડલ ના રહેવાસી છે. જેઓ છેલ્લા ૧૦ વર્ષથી કીડિયારું પુરવાનું કામ કરે છે.

આપણા ગુજરાતી લોકો હંમેશા પશુ, પક્ષીઓ, માણસો અને નાના નાના જીવજંતુઓને પણ ખવડાવીને સેવાનું કામ કરતા હોય છે.આ મહિલા ગોંડલના છે અને તેઓનું નામ પ્રવિણાબેન છે. જેઓ છેલ્લા ૧૦ વર્ષથી કીડીઓનું કીડિયારું પૂરીને સેવાનું કામ કરી રહ્યા છે.

તેમના સેવાના કામમાં તેમનો આખો પરિવાર પણ તેમની મદદ કરે છે. તેઓ કીડિયારું પુરવા માટે નારિયેળીમાં છિદ્ર બનાવીને તેમાં ગોળ અને લોટનું મિશ્રણ ભરીને કીડીઓ માટે મૂકે છે જેને કીડિયારું કહેવાય.

તેઓ આ કીડિયારું ઝાડ નીચે કે પછી વાડમાં જઈને મૂકી આવે છે જેથી કીડીઓને કણ મળી જાય. પ્રવીણાબેનના પતિ જયસુખભાઇ અને તેમનો પરિવાર કીડીને કણ માટે મદદરૂપ બને છે. ત્યાર પછી જ્યાં જ્યાં કીડીનો દર દેખાય ત્યાં પહોંચીને કીડિયારું પુરે છે અને એક સેવાનું કામ કરે છે.

કીડીઓને ગળી વસ્તુ જ્યાં દેખાય છે ત્યાં પહેલા પહોંચે છે.આમ કીડીઓ માટે કણની સેવા પ્રવિણાબેન છેલ્લા ૧૦ વર્ષથી કરી રહ્યા છે અને આ સેવાના કામ કરીને આજે સમાજમાં એક નવી રાહ ચીંધી છે. આજે પ્રવિણાબેનમાંથી બીજા લોકોને પ્રેરણા લેવી જોઈએ અને ઘણા લોકો પ્રેરણા લઈને સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *