google-site-verification: googlec8654436f05b508b.html

ભાવનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલના સ્ટાફે એક વૃદ્ધ દર્દીને ધક્કા મારીને કાઢી મૂક્યા, વૃદ્ધાએ રડતા રડતા તેની વ્યથા જણાવી.

ભાવનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલના સ્ટાફે એક વૃદ્ધ દર્દીને ધક્કા મારીને કાઢી મૂક્યા, વૃદ્ધાએ રડતા રડતા તેની વ્યથા જણાવી.

ભાવનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફે વૃદ્ધાને ધક્કા મારી તગેડી મૂક્યા હોવાની વૃદ્ધ દર્દીએ રડતાં રડતાં આપવીતી જાણાવી હતી.તેમજ તે વૃદ્ધાને કડવો અનુભવ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના હેમાબેન પટેલ નામના વૃદ્ધાને સિવિલ હોસ્પિટલના સ્ટાફે ધક્કા મુક્કી કરી કાઢી મુક્યા તેવી વાત થઇ રહી છે. વૃદ્ધાએ ડૉકટર્સ, વૉચમેન અને સ્ટાફ પર ગેરવર્તણૂંક કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ રાવને લઈને ભાવનગરવાસીઓમાં હોસ્પિટલ તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વૃદ્ધાને ધક્કા મારી સિવિલમાંથી તગેડી મુક્યાની રાવ
બોટાદના હેમાબેન પટેલ નામના વૃદ્ધા આપવીતી જણાવતા ચોધાર આસુંએ રૉય પડ્યા હતા તેમણે ભરે હૈયે જણાવ્યુ હતું કે,પોતાને પગમાં તકલીફ હોવાથી સારવારઅર્થે બોટાદથી ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. આ દરમીયાન ફરજ પરના તબીબે તેઓને એક દિવસ રોકાવાનું જણાવ્યુ હતું. તેવામાં વૃદ્ધા કાય સમજે તે પહેલા જ ડૉકટર્સ, વૉચમેન અને નર્સિંગ સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂંક કરી અને વૃદ્ધા સાથે ધક્કા મુક્કી કરી હોસ્પિટલમાથી તગેડી મૂક્યા હતા. ભાવનગર સિવિલમાંથી વૃદ્ધાને સ્ટાફે કાઢી મુકતા ના છૂટકે તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવાની નોબત આવી હતી. ત્યારે આ મામલે સુપ્રિટેન્ડેન્ટ સ્ટાફને માનવતાના પાઠ ભણાવી પગલા લશે કે કેમ? તે જોવું રહ્યું.

તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબની દાદાગીરી સામે આવી હતી.
તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ સ્ટાફની દાદાગીરી સામે આવી હતી. હોસ્પિટલમાં બે દર્દીને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા આ સાથે તેમના સગાં પણ ટ્રોમા સેન્ટરમાં ધસી આવ્યાં હતા, જેમાં બેમાંથી એક દર્દીનો કેસ કાઢવામાં વધુ સમય લાગ્યો હતો, જયારે બીજા દર્દીનો કેસ ઝડપથી નીકળી ગયો હતો, તેના મુદ્દે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બંને દર્દીને રિપોર્ટ કરાવાવા માટે મોકલ્યાં હતા, આ દર્દી રિપોર્ટ કરાવીને પરત આવ્યા તે સમયે ટ્રોમા સેન્ટરમાં હેડ ઇન્જરીના દર્દી આવ્યા હતા, જેથી ડોક્ટર તેમને તપાસતા હતા, જેને લઈને બંને દર્દીના સગાંએ દર્દીને કેમ ઝડપથી તપાસતા નથી તે મુદ્દે મહિલા ડોક્ટરને વારંવાર પૂછતા મહિલા ડોક્ટર આવેશમાં આવીને દર્દીના સગાને ગાળ બોલી બેઠા હતા. આ મામલે વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઉપરાંત અનેક શહેરની હોસ્પિટલ વિવાદમા આવી હોવા છતા ઉચ્ચ કક્ષાએથી ‘તપાસના આદેશ આપી દેવાયા છે’ તેવા જૂના જવાબની કેસેટ વગાડવામાં આવે જેને લીધે અનેક દર્દીઓ અવરનવાર સ્ટાફની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે. તેવો લોકોમાંગણગણાટ ઉપડ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *