વાછરાદાદાના આ મંદિરમાં આજે પણ દાદા સાક્ષાત બિરાજમાન છે, અહીં આવેલા ઝાડના પાનને પ્રસાદી સ્વરૂપે લેવાથી ગમે તેવી ખાંસીની સમસમ્યા દૂર થઇ જાય છે.
આપણાં ગુજરાતમાં નાના મોટા હજારો મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં આજે દેવી-દેવતાઓ હાજરા હજુર બિરાજમાન હોય છે. આ મંદિરોમાં રોજે રોજ હજારો ભક્તો દર્શેને આવતા હોય છે અને મનોકામનાઓ માંગતા હોય છે અને તેમની બધી જ મનોકામનાઓ પણ પુરી થતી હોય છે.
આજે આપણને વાછરાદાદાના મંદિર વિષે જાણીએ.વાછરા દાદાએ ગાયો માટે તેમનું બલિદાન આપ્યું હતું અને તેઓનું મસ્તક શરીરથી અલગ થઇ ગયા પછી પણ ગાયો માટે લડ્યા હતા. તો તેમની મસ્તક જ્યાં હતું એ જગ્યા પર વાછરા દાદાનું મસ્તક મંદિર આવેલું છે.
આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો આજથી ૯૬૦ વર્ષ પહેલા સોલંકી કુલભૂષણ વીરસિંહ વાછરા દાદાએ લૂંટારુઓથી ગાયોના રક્ષણ માટે મોટી લડાઈ કરી હતી.આ લડાઈમાં તેઓની મસ્તક વચ્છરાજપુરમાં આવીને પડ્યું હતું.
ત્યારપછી વાછરા દાદાએ એકલા હાથે મસ્તક વગર તેઓ અહીંથી ૧૮ કિલોમીટર દૂર વચ્છરાજ બેટ સુધી એકલા હાથે જ લૂંટારૂઓના ઢીમ ધાર્યા હતા. ગાયોના રક્ષણ કરીને તેઓ દેવ થયા હતા, ત્યારપછી ૧૫ વર્ષ પછી એક ૨૫ વર્ષના યુવકને સ્વપ્નમાં દર્શન આપીને આ જગ્યા બતાવી.
ત્યારપછી અહીંયા દાદાની એક શીલાની સ્થાપના કરવામાં આવી હતી અને પછી ત્યાં મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં એક ઝાડ આવેલું છે તેના પાનની પ્રસાદી લેવાથી ગમે તેવી ખાંસી કૂતરો કરડ્યો હોય તો પણ બરાબર થઇ જાય છે. આમ અહીંયા મોટી સંખ્યામાં દાદાના દર્શને ભક્તો આવે છે.