બહેન કહેતી કે સાસરીયાવાળા મારો જીવ લેશે અને એક દિવસ જીજાજીએ બહેનને આપ્યું એવું મોત કે કારણ જાણીને ચોંકી જશો..!
આપણે અવર નવાર એવા કિશાઓ સાંભળ્યા જ હશે કે ઘરેલુ કંકાસનો અન્ત ન આવતા પતિ અથવા પત્ની છેવટે કંટાળીને એવું પગલું ભારે છે છે કે પરિવાર જનોનો આખો ફાટી જ રહી જય છે. આજે આપણે પણ એક એવા જ કિશા વિચે ચર્ચા કરવા જઈરહિયા છીએ. આવા બનાવોમાં પાછળના દિવસોની અંદર વધારે ઉછાળો આવ્યો છે. તેનું એકમાત્ર કારણ પતિ અને પત્ની વચ્ચે ઉભી થતી અસમજણ છે.
હાલ આવો એક ચોંકાવનારો કિસ્સો બિહાર જિલ્લા નાલંદામાંથી સામે આવ્યો છે. આ બનાવ નાલંદા જિલ્લાના હરનૌત વિસ્તારમાં બન્યો છે. આ વિસ્તારની અંદર છેલ્લા ચાર વર્ષથી રહેતા લવનીત કુમાર અને ચાંદની કુમાર બંને પતિ-પત્નીનું જીવન ખુબ સરસ ચાલી રહ્યું હતું. પરંતુ બંનેના લગ્ન થયા એ સમય દરમિયાન ચાંદની કુમારના માતા-પિતાએ લવની કુમારની દરેક ઈચ્છાઓને પૂરી કરવાનું વચન આપ્યું હતું..
એટલા માટે લવનીત કુમાર અવારનવાર તેની પત્નીના માતા પિતા પાસેથી પૈસાની માગણી કરતો હતો. લવનીત કુમારને જ્યારે નવી ગાડી ખરીદી હતી તેમજ નવી નોકરી જોઈન્ટ કરી હતી. એ સમય દરમિયાન પણ તેણે પત્નીના પીયરયાઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. અને દિવસે ને દિવસે તેની માંગુ વધારે વધી જતા ચાંદની કુમારે તેના પતિ લવનિતને જણાવ્યું હતું કે, તેના માતા-પિતા ખૂબ જ ગરીબ છે..
એટલા માટે તેઓ દર વખતે તમારી ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી. આ બાબતની જાણ થતાની સાથે જ લવનીત કુમાર ખૂબ જ હતાશ થઈ ગયો હતો અને તેની પત્ની વિરુદ્ધ મનમાં રોશ ભરવા લાગ્યો હતો. આ બાબતને લઈને લવનિત ચાંદની કુમારને ઢોર માર મારતો હતો. તેમજ અવારનવાર મેણા-ટોણા મારીને હેરાનગતિ પહોંચાડતો હતો.
એક દિવસ ચાંદની પોતાના માતા-પિતાને મળવા આવી હતી. એ સમય દરમિયાન તેણે તેના ભાઈ ચન્દ્રકાન્ત અને જણાવ્યું હતું કે, પૈસાની બાબતને લઇને તેનો પતિ તેને એક દિવસ મારી નાખશે. તમે મહેરબાની કરીને મને બચાવી લેજો. પરંતુ ચાંદની કુમારને તેના ભાઈએ સમજાવીને પોતાના સાસરે પાછી મોકલી હતી. એક દિવસ ચાંદનીના પતિ લવની તે ચાંદની ને કહ્યું કે આજે હું તને મારા હાથેથી જમાડીશ..
આ વાત સાંભળતાની સાથે જ ચાંદની ખુબ જ ખુશ થઇ ગઇ હતી. કારણકે લગ્ન જીવન દરમિયાન ક્યારેય પણ તેના પતિએ તેની સાથે આવી પ્રેમ ભરી પળો માણી ન હતી. અને અચાનક જ તે પોતાના હાથેથી ચાંદનીને જમાડશે તેવું કહેતા જ તે ખૂબ જ ખુશ થઇ ગઇ હતી. તેણે પોતાના હાથેથી સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું..
અને એક થાળીમાં ભોજન તૈયાર કરી આપ્યું હતું. લવનીતે કોઈ કારણસર ચાંદનીને રસોડામાંથી અન્ય વાસણ લેવા માટે મોકલી હતી. અને એ સમય દરમિયાન તેણે પોતાના ખિસ્સામાંથી ઝેરનું પડીકું કાઢીને ભોજનમાં ભેળવી દીધું હતું. ત્યારબાદ તેણે બેડ ઉપર બેઠા બેઠા ચાંદનીને સમગ્ર ભોજન જમાવી દીધું હતું અને જોતા ની અંદર તો ચાંદ ના મોઢા માંથી સફેદ ફીણ નીકળવા લાગ્યા હતા..
અને ચાંદની નું મૃત્યુ થયું હતું. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ચાંદનીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં તેના જીજાજી સામે ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર બાબતની જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ધોરણે ચાંદીના પતી લવનીત કુમારની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચાંદનીના મૃત્યુ બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પૈસાની બાબતોને લઈને કોઈ પતિ પોતાની પત્નીને મારી નાખવાની હલકી સોચ કેવી રીતે લાવી શકે..! એ બાબત વિચારવા પર સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે.