Daya Bhabhi એ બિકિનીમાં લગાવ્યા ઠુમકા, ફેન્સે કહ્યું ‘ટપ્પૂની મમ્મી બગડી..’
Daya Bhabhi : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની Daya Bhabhi એટલે કે દિશા વાકાણી એ ટીવી જગતમાં પોતાની અનોખી ઓળખ બનાવી છે. જોકે, દિશા લાંબા સમયથી શોથી ગાયબ છે.
તેમ છતાં ફેન્સ આજે પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, Daya Bhabhi નો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે ‘તારક મહેતા’ શોનો નથી, પરંતુ એક ડાન્સ નંબર છે, જે તેમણે વર્ષો પહેલાં કર્યો હતો.
Daya Bhabhi નો કાતિલ ડાન્સ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની પ્રખ્યાત ગુજરાતી વહૂ દયા ભાભી હવે વાયરલ વીડિયોમાં ‘ભિગરી ગા ભિગરી…’ ગીત પર બોલ્ડ ડાન્સ કરતી જોવા મળે છે.
ફેન્સ માટે આ દિશાનો ખૂબ અલગ અંદાજ છે, જે કદાચ તેમણે ક્યારેય જોયો નહીં હોય. દિશા વાકાણી નો ડાન્સ અને એમાંની અદાઓ જોઈને, તમને પણ લાગશે કે આ તો દયા ભાભી નથી!
દિશાનો બોલ્ડ અવતાર
આ વીડિયોમાં દિશા વાકાણીએ ડાર્ક બ્લૂ સ્કર્ટ અને બેકલેસ ચોળી સ્ટાઇલ ટોપ પહેર્યું છે. આ જૂના વીડિયોમાં પણ દિશાની નટખટ અદાઓ નજરે પડે છે. ગીતમાં દિશા ગ્રુપમાં ડાન્સ કરી રહી છે અને તેના કો-સ્ટારને ટક્કર આપે છે. આ અવતારમાં દિશાને જોતા કોઈ કહી નહીં શકે કે એ જ દયા ભાભી છે.
લોકોની મજેદાર કોમેન્ટ્સ
દિશાનો આ રૂપ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. એક ફેનને તો કહ્યું કે, “ટપ્પૂની મમ્મી બગડી ગઈ!” તો બીજા ફેને લખ્યું, “જેઠાલાલને કહી દઉં?” ફેન્સ દિશાના આ અવતારને વખાણી રહ્યા છે અને કહે છે કે તેમને આ રીતે જોવા કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું.
આ પહેલાં પણ દિશાનો એક ડાન્સ નંબર વાયરલ થયો હતો, જેમાં તે ‘દરિયા કિનારે એક બંગલો…’ ગીત પર માછીમારો ડાન્સ કરી રહી હતી. દિશા વાકાણીએ પ્રેગ્નેંસી પછી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી દીધી હતી, અને તે ત્યારથી શોમાં પરત આવી નથી.