Deepika Padukone ના ઘરે ‘દીકરી’ જન્મતા જ બની આટલા કરોડોની માલિક, આંકડો જાણીને..
Deepika Padukone : બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેના પતિ, પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહના ઘરે નાની દીકરીનો જન્મ થયો છે.
ગઈકાલે Deepika Padukone મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી, ત્યારબાદ ચાહકોમાં આ ખુશખબરી માટે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. દીપિકા અને રણવીર સિંહના ઘરે પુત્રીના જન્મ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે.
દિપવીરે લીધા ગણેશજીના આશીર્વાદ
હોસ્પિટલમાં દાખલ થતા પહેલા, આ લોકપ્રિય દંપતીએ શુક્રવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને ભગવાન ગણપતિજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ, શનિવારે દીપિકા પાદુકોણ મુંબઈની ગિરગાંવ ચોપાટી સ્થિત સર એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
પછીના સપ્તાહે, દીપિકાએ તેના ચાહકો માટે ખુશીના પળોને શેર કરતાં પ્રેગનન્સીના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકીને આ વિશે ફેલાતી અફવાઓને અટકાવી દીધી હતી.
View this post on Instagram
મેટરનિટી ફોટોશૂટના આ આકર્ષક ફોટોઝ ખૂબ જ વાયરલ થયા હતા, જેમાં દીપિકા અને રણવીર સાથે નજરે પડ્યા હતા. આ તસવીરો સાથે જ તેના બેબી બમ્પ અંગેની ખોટી અફવાઓનો અંત આવ્યો હતો.
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 2018માં લગ્ન કર્યા હતા. આ દંપતિ બોલીવુડના સૌથી શક્તિશાળી અને લોકપ્રિય પાવર કપલ્સમાંનો એક છે. હવે, તેમના લગ્નના 6 વર્ષ બાદ, તેમના જીવનમાં ખુશીની નવી કિરણ બનીને દીકરીનો જન્મ થયો છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સંપત્તિ
રિપોર્ટ્સ મુજબ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 744 કરોડ રૂપિયાની છે. દીપિકા પાદુકોણ લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને એક ફિલ્મ માટે લગભગ 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આ ઉપરાંત, તે વિવિધ જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ મારફતે પણ આશરે 40 કરોડ રૂપિયા કમાઈ રહી છે. દીપિકાની જેમ, રણવીર સિંહની સંપત્તિ પણ બધી રીતે મજબૂત છે.
રણવીર એક ફિલ્મ માટે 30-40 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ્સ મુજબ, તેની વાર્ષિક કમાણી 40 કરોડ રૂપિયાથી વધુ છે. ફિલ્મો ઉપરાંત, આ પાવર કપલ બિઝનેસ અને અન્ય સાધનો દ્વારા પણ મોટી કમાણી કરે છે.
100 કરોડના ઘરની માલિક બનેશે રણવીર-દીપિકાની દીકરી
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલ મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. હવે, ટૂંક સમયમાં તેઓ 100 કરોડ રૂપિયાના ભવ્ય એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે.
આ પ્રમાણે, તેમની નાની દીકરી પણ 100 કરોડ રૂપિયાના આ અદભૂત એપાર્ટમેન્ટની માલિક બનશે. સાથે જ, 744 કરોડની સંપત્તિમાં પણ તેનો હિસ્સો હશે.
હાલમાં, દીપિકા અને રણવીર તેમની પુત્રીનું સ્વાગત કરી રહ્યા છે અને ચાહકો એ રાહ જોઈ રહ્યા છે કે તેઓ જ્યારે તેમની દીકરીની પહેલી ઝલક વિશ્વ સાથે શેર કરશે.